Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં ૨ વર્ષ ૯ મહિનાની સજા

તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. ૨૫૦૦નો દંડ પણ ફટાકાર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યને ૧૯૯૫ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી ૨૪ વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી.
આ મામલે તેમની સામે રૂ. ૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.આ અંગોને કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા તાલાળા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Related posts

લતીપુર ગ્રામ પંચાયત હાઇસ્કુલ ખાતે રાત્રી મુકામ કાર્યક્રમ જામનગર જિલ્લાના કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન

aapnugujarat

આકોલી અને ઉંબરી ખાતે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા ભકતોનો ઘસારો

editor

ભાવનગરના આરતીબેન પરમારે 14,500 ફૂટની ઊંચાઇ પર આવેલ પતાલસુ પીક સફળતાપૂર્વક આરોહણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1