Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદ અંગે ઇમરાન ખાનના મૌન સામે અમિત શાહના પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે શુક્રવારે સવારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાને કમસે કમ એક વાર તો પુલવામા હુમલાની ટીકા કરવી જોઇએ. પાકિસ્તાની વડાપ્રધાન પર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય? તેમણે ઇમરાન ખાનના આ મામલે મૌ પર પણ પ્રહારો કર્યા હતા.અમિત શાહે પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ પર એક્શન લઈને મોદી સરકારે ત્રાસવાદ પાછળ જેમનો હાથ છે તેમની ઉપર ડર પેદા કરવામાં સફળતા હાંસલ કરી છે.હું માનું છું કે ત્રાસવાદીઓ સામેની લડત માટે અમારી સરકારનો ટ્રેક રેકોર્ડ સ્વતંત્રતા પછીની તમામ સરકાર કરતાં વધુ બહેતર રહ્યો છે. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન અમે સૌથી વધુ ત્રાસવાદીઓનો સફાયો કર્યો છે.પાકિસ્તાની વડાપ્રધાનના મૌન સામે પણ શાહે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાને કમસે કમ એક વાર તો પુલવામા હુમલાની ટીકા કરવી જોઇએ. તે કહે છે તે અમે કેવી રીતે સ્વિકારી શકીએ કે તેની ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકીએ. બની શકે કે પરિસ્થિતિ તેના અંકુશમાં ન હોય. કમસે કમ તેણે કાંઇક તો બોલવું જોઇએ.૧૪મી ફેબ્રુઆરીએ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં ભારતના સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ મામલે બંને દેશ વચ્ચે તનાવ વધ્યો છે.

Related posts

Indian Army killed 1 Terrorist in Ganderbal

aapnugujarat

मालदीव में प्रधानमंत्री मोदी को मिलेगा सर्वोच्च नागरिक सम्मान ‘निशान इज्जुद्दीन’

aapnugujarat

मनी लॉन्ड्रिंग केस : ईडी ने मांगी रॉबर्ट वाड्रा की हिरासत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1