Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર રાજનીતિ માટે આતંકવાદનો ઉપયોગ ન કરે : શિવસેના

ભાજપ સાથેના ગઠબંધનના એક દિવસ પછી સામનામાં છપાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું કે, સુરક્ષા એજન્સીઓ એટલી ચુસ્ત છે કે વડાપ્રધાનનાં જીવને જોખમ હોવાના ઈમેલને તરત જ પકડી પાડે છે, પરંતુ તેમને એટલી ખબર તો ન જ પડી શકી કે પુલવામામાં આતંકીઓ સેનાનાં કાફલાને નિશાનો બનાવવાના છે. તેમનાં મેનિફેસ્ટોમાં મોદી સરકારને ચેતવણી પણ આપી હતી કે હુલ્લડો અને આતંકી હુમલાઓનો ઉપયોગ રાજકીય ફાયદા માટે ન કરો.મેનિફેસ્ટોમાં લખવામા આવ્યું કે, મોદી સરકાર એવું આચરણ ન કરે જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ચૂંટણી ફાયદા માટે યુદ્ધની પરિસ્થિતી ઊભી કરાઈ છે. આનાથી એવી અફવાઓને પણ વેગ મળશે જેમાં ઘણાં સમય પહેલાથી કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીનાં ફાયદા માટે મોદી સરકાર યુદ્ધ કરી શકે છે.ભાજપ સરકારને ચેતવણી આપવામાં આવી છે કે આતંકી હુમલા પછી કાશ્મીરનાં વિદ્યાર્થીઓને નિશાન બનાવાથી સરકારને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪નાં હુલ્લડોથી કોંગ્રેસને થયેલા નુકસાન જેવું ભાજપને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. સેનાનાં કહ્યાં પ્રમાણે, પંજાબનાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુને તેમનાં નિવેદનને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભાજપનાં ધારાસભ્ય નેપાલ સિંહનાં એ નિવેદનને અવગણવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, સેનાનાં જવાન મરવા માટે જ હોય છે. ૨૦૧૪ પહેલાં દરેક આતંકી હુમલા માટે સંઘ અને મોદી મનમોહનની યુપીએ સરકારને જવાબદાર ગણાવતા હતા. તેમને સમજવું જોઈએ કે, લોકો ઈચ્છે છે કે વર્તમાન વડાપ્રધાન આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકે.

Related posts

બેંકોની એનપીએમાં ઉછાળો આવશે : આરબીઆઈ

editor

દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર લેનાર દર ચોથો વ્યક્તિ અસંતુષ્ટ : સરકારી સર્વે

aapnugujarat

Major crisis in Karnataka: Congress-JDS 11 MLAs resign

aapnugujarat

Leave a Comment

UA-96247877-1