Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રોવિડન્ડ ફંડ વ્યાજ દર હાલ ૮.૫૫ ટકા રખાય તેવી વકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રોવિડન્ડ ફંડ વ્યાજ દરને ૮.૫૫ ટકાની સપાટી પર જાળવી રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. પીએફના રેટને લઈને કારોબારી અને કોર્પોરેટ જગતમાં ચર્ચા જોવા મળી રહી છે. ઈપીએફઓની મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે ગુરૂવારના દિવસે નિર્ણય કરવામાં આવી શકે છે. ઈપીએફઓના આ નિર્ણયથી છ કરોડ ગ્રાહકોને લાભ થવાની શક્યતા છે. એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના ગ્રાહકોમાં હાલમાં વ્યાજ દરને લઈને ચર્ચા ચાલી રહી છે. ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીડીટી)ની બેઠક ગુરૂવારના દિવસે મળનાર છે. જેમાં વર્તમાન નાણાંકીય વર્ષ માટે રિટર્નના મામલા પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રાહકો માટે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાના વિકલ્પ ઉપર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. મળેલી માહિતી મુજબ આ બેઠકમાં અન્ય જુદા જુદા પાસાઓ ઉપર પણ ચર્ચા થનાર છે. એમ્પલોઈઝ પેન્શન સ્કીમ હેઠળ લઘુત્તમ પેન્શનને બે ગણી કરવાના સંદર્ભમાં પણ નિર્ણય લેવાશે જેનાથી પાંચ કરોડ લોકોને સીધો ફાયદો થશે. લોકોનું કહેવું છે કે ગુરૂવારે યોજાનારી સીબીટીની બેઠક ઉપર કારોબારીઓની પણ નજર રહેશે. ઈપીએફઓના ખાતાઓ ઉપર આ બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થશે. સીબીટીના સભ્યોનું કહેવું છે કે તેઓ હાલમાં મિટીંગને લઈને કોઈ વાત કહેવા ઈચ્છુક નથી. અત્રે નોંધનિય છે કે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈએ પોતાની પોલિસી સમીક્ષા બેઠકમાં ચાવીરૂપ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ફુગાવાને લઈને દબાણને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો હતો. ઉપરાંત પેન્શન અંગેની પેટા કમિટી દ્વારા લઘુત્તમ પેન્શન જે હાલમાં ૧૦૦૦ રૂપિયા છે તેને વધારીને ૨૦૦૦ રૂપિયા કરવાની હાઈ પાવર્ડ કમિટીની દરખાસ્તની સમીક્ષા કરી ચુક્યું છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓનું કહેવું છે કે પીએફના રેટ હાલમાં યથાવત ૮.૫ ટકા જાળવી રાખવામાં આવશે.
ઈપીએફઓની બેઠકમાં ગ્રાહકો માટે લઘુત્તમ પેન્શનને વધારાવાને લઈને પણ ચર્ચા થશે. લઘુત્તમમ પેન્શનમાં વધારો કરવામાં આવ્યા બાદ આશરે પાંચ મિલિયન લોકોને ફાયદો થશે. આનાથી સરકાર ઉપર ત્રણ હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નાણામંત્રી જેટલી અને સરકારી અધિકારીઓ પણ આને લઈને કેટલીક રજુઆતો કરી ચુક્યા છે.

Related posts

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૧૪ માર્ચે આગામી સુનાવણી

aapnugujarat

भारत-चीन तनाव : विदेश मंत्री जयशंकर ने पहली बार माना

editor

ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો એલપીજી વપરાશકર્તા દેશ બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1