Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૧૪ માર્ચે આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટે આજે વિવાદાસ્પદ અયોધ્યા વિવાદમાં ૧૪મી માર્ચના દિવસે આગામી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ વિવાદાસ્પદ જમીનની માલિક નક્કી કરવાના સંદર્ભમાં હવે ૧૪મી માર્ચના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક દસ્તાવેજો અને અનુવાદના પાના આજે પણ રજૂ કરી શકાયા ન હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણ તેમજ એસએ નઝીરન બનેલી ત્રણ જજની બેંચ આ કેસમાં સુનાવણી ચલાવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ ખુબ જ સંવેદનશીલ મામલો હોવાથી આ મામલામાં ગંભીરતાપૂર્વક આગળ વધવાની જરૂર દેખાઈ રહી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કોર્ટે ૨૦૧૦ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સિવિલ અરજીઓ ઉપર સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશ સિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટ સમક્ષ દશક જુના વિવાદના ઉકેલ માટે એક દરખાસ્ત સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં મંદિર બનાવી શકાય છે અને મસ્જિદ લખનૌમાં બનાવી શકાય છે. અલ્હાબાદ હાઈકોર્ટની ત્રણ જજની બેંચે ૨-૧ના બહુમતિ ચુકાદામાં કહ્યું હતું કે, ત્રણ પક્ષોની અંદર એક સમાન રીતે આ જમીન આપી શકાય છે જેમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં અગાઉ પાંચમી ડિસેમ્બરના દિવસે અયોધ્યા વિવાદ ઉપર અતિમહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઇ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુબ જ ગરમાગરમ ચર્ચા અને દલીલબાજી થઇ હતી. સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે આ મામલાની સુનાવણી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સુધી ટાળી દેવાની માંગ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હજુ સુધી કાગળ પરની કાર્યવાહી પણ પુરી થઇ નથી. કોર્ટના આ ચુકાદાની અસર દેશમાં મોટાપાયે થઇ શકે છે.
મામલામાં વહેલીતકે સુનાવણીની જરૂરિયાત દેખાતી નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આના પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, તમામ સંબંધિત પક્ષકારો જાન્યુઆરીમાં સુનાવણી માટે તૈયાર થઇ ગયા હતા અને હવે કહી રહ્યા છે કે, જુલાઈ ૨૦૧૯ બાદ સુનાવણી હાથ ધરવામાં આવે. સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટથી સાત જજની બેંચ બનાવવા માંગ કરી હતી. કોર્ટે ત્યારબાદ આગામી સુનાવણી માટે ૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે મામલા સાથે જોડાયેલા તમામ વકીલોને કહ્યું છે કે, કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજોને પુરા કરી લેવામાં આવે જેથી મામલાની સુનાવણી ટાળી શકાય નહીં. સૌથી પહેલા શિયા વક્ફ બોર્ડ તરફથી દલીલો કરવામાં આવી હતી. શિયા વક્ફ બોર્ડના વકીલે વિવાદાસ્પદ સ્થળ મંદિર બનાવવાનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ શિયા વક્ફ બોર્ડની આ દલીલ સુન્ની વક્ફ બોર્ડે ફગાવી દીધી હતી અને આની સામે વાંધો ઉઠાવ્યો હતો. સુન્ની બોર્ડે કહ્યું હતું કે, હજુ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી. જમીન વિવાદની જેમ જ આ મામલો ચાલશે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતુ ંકે, આ મામલાને જમીન વિવાદની જેમ રજૂ કરાશે. ૧૪મી માર્ચના દિવસે મામલામાં ફુલ સુનાવણી શરૂ થશે. સુનાવણી કરતી વેળા મામલાને આસ્થા સાથે નહીં બલ્કે જમીન વિવાદ સાથે જોડીને જોવામાં આવશે. સુપ્રીમે કહ્યું હતું કે, રાજકીય અને ભાવનાત્મક દલીલો સાંભળવામાં આવશે નહીં.

Related posts

દિલ્હીમાં લોકડાઉન ૨૪ મે સુધી લંબાવાયું

editor

ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યથી ૫,૦૦૦ કરોડ વધારે મળ્યા : અરુણ જેટલી

aapnugujarat

राजस्थान में बीएसपी विधायकों का दल-बदल : माया ने निकाली भड़ास, कांग्रेस दलित विरोधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1