Aapnu Gujarat
રાષ્ટ્રીય

એરટેલ-મેક્સિસ ડીલ કેસમાં સીબીઆઈનો ડ્રાફ્ટ રિપોર્ટ ચિદમ્બરમના ઘરેથી મળી આવ્યો

એરટેલ-મેક્સિસ ડીલ કેસમાં સીબીઆઈનો ડ્રાફ્ટ રિપોર્ટ આશ્ચર્યજનક રીતે ચિદમ્બરમના ઘરેથી કઈ રીતે મળી આવતા ચોંકી ઉઠી છે. ૨૦૧૩માં તૈયાર કરવામાં આવેલો આ ડ્રાફ્ટ રિપોર્ટ ચિદમ્બરમના ઘરેથી મળી આવ્યો હતો, જેને લઈને સીબીઆઈએ આંતરીક તપાસ હાથ ધરી છે કે આખરે આ દસ્તાવેજ કઈ રીતે ભૂતપૂર્વ નાણાં મંત્રીના ઘરે પહોંચી ગયો. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રવર્તન નિર્દેશાલય દ્વારા પાડવામાં આવેલી રેડમાં ચિદમ્બરમના ઘરેથી સીબીઆઈનો આ ડ્રાફ્ટ રિપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો.ઈડીના સૂત્રોએ જાણાવ્યું હતું કે ૧૩ જાન્યૂઆરી પી ચિદમ્બરમના જોર બાગ સ્થિત નિવાસ્થાન પર દરોડાની કાર્યવાહીમાં આ રિપોર્ટ હાથ લાગ્યો હતો. તે દિવસે એજન્સીએ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઈ સ્થિત નિવાસસ્થાને દરોડ પાડ્યાં હતાં. ત્યાર બાદ ઈડી તરફથી સીબીઆઈને સત્તાવાર પત્ર લખીને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ભૂતપૂર કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ એરટેલ-મેક્સિસ ડીલમાં ગડબડી આચરવામાં આવી હોવા સંબંધીત કેસનો સામનો કરી રહ્યાં છે. ૨૦૧૩માં ચિદમ્બરમ દેશના નાણાં મંત્રી હતાં. આ કેસમાં તેમના પુત્ર કિર્તી ચિદમ્બરનું નામ પણ સામેલ છે. આ કેસની તપાસ સીબીઆઈ ચલાવી રહી છે. આ મામલે તપાસ એજન્સી ઈડી ચિદમ્બરમના ઘર પર દરોડા પાડી ચુકી છે. હવે આ કેસમાં ચિદમ્બરમ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. સંવેદનશીલ કેસની તપાસ ચલાવી રહેલી દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સીબીઆઇનો જ અતિગુપ્ત રિપોર્ટ જેમના વિરૂદ્ધ તપાસ ચલાવવામાં આવી રહી છે તેમના જ ઘરે કઈ રીતે પહોંચી ગયો તેને લઈને ભારે આશ્ચર્ય સર્જાયું છે.સીબીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ એજન્સી હવે ડોક્યુમેન્ટ લીક થવા મામલે આંતરીક તપાસ ચલાવી રહી છે. એજન્સીનું કહેવું છે કે સીબીઆઈનો આ એ જ ડ્રાફ્ટ રિપોર્ટ છે, જેને ૨૦૧૩માં સીલ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

Related posts

ખોટા નિવેદનો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે : રાહુલ

aapnugujarat

પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લાગ્યો

aapnugujarat

हिमाचल प्रदेश और महाराष्ट्र में देर रात भूकंप के झटके, तीव्रता 4.0 रही

aapnugujarat

Leave a Comment

UA-96247877-1