Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતને હાલમાં ઓછી પરંતુ મજબૂત મેગા બેન્કોની જરૂર : અરૂણ જેટલી

નાણામંત્રી અરૂણ જેટલીએ આજે વચગાળાના બજેટ બાદ પરંપરાગત રીતે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની બેઠક યોજી હતી. જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે ભારતને ઓછી પરંતુ મજબૂત મોટી બેન્કોની જરૂર છે. આ વાત કરીને જેટલીએ અનેક બેન્કોના મર્જરને લઈને પણ સંકેત આપી દીધો હતો. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં જેટલીએ કહ્યું હતું કે બેન્કોની સ્થિતિ વધારે મજબૂત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ભારતને એવી બેન્કની જરૂર છે જે આશાવાદના માહોલને યથાવત રાખી શકે. સાથે સાથે બેન્કીંગ સેકટર લોકોને વધુ અસરકારક રીતે મદદરૂપ બની શકે. વચગાળાના ડિવિડંડ અંગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક બિમલ જાલનના નેતૃત્વમાં કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલને ધ્યાનમાં લીધા બાદ નિર્ણય લેશે. દાસે એમ પણ કહ્યું હતું કે આરબીઆઈ વ્યાજદરના કાપના ટ્રાન્સમિશનના મુદ્દા ઉપર ચર્ચા કરશે. ૨૧મી ફેબ્રુઆરીના દિવસે બેન્કોના વડાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે. આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ૨૫ બેઝીક પોઈન્ટન ઘટાડો કર્યો હતો. આની સાથે જ વ્યાજદર ઘટીને ૬.૨૫ ટકા થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતીય રીઝર્વ બેંકના સાતમી ફેબ્રુઆરના દિવસે નાણાંકીય નિતી સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે રેપો રેટમાં ધારણા પ્રમાણે જ ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપો રેટ ઘટીને હવે ૬.૨૫ ટકા થઇ ગયો હતો. જે હાલમાં ૬.૫૦ ટકા હતો. એમપીસીની છ સભ્યોની કમિટી પૈકી ચાર સભ્યોએ બહુમતિ દ્વારા આ નિર્ણય કર્યો હતો. નવો રેપોરેટ હવે અગાઉના ૬.૫૦ ટકાની જગ્યાએ ૬.૨૫ ટકા થઇ ગયો હતો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં ૪-૨ની બહુમતિથી નિર્ણય આપ્યો હતો. ચેતન ઘાટે અને વિરલ આચાર્ય દ્વારા યથાસ્થિતિ રાખવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો પરંતુ બહુમતિથી આ ચુકાદો લેવાયો હતો આરબીઆઈએ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. રિવર્સ રેપોરેટ છ ટકા રાખવામાં આવ્યો છે જ્યારે એમએસએફ અને બેંક રેટ ૬.૫ ટકાના દરે રાખવામાં આવ્યા હતો. રિવર્સ રેપોરેટમાં કાપ મુકીને છ ટકા જ્યારે સીઆરઆરને યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો છે. જીડીપી ગ્રોથની આગાહી વધારવામાં આવી હતી.

Related posts

આવી રહી છે ટાટા નેનો ઈલેકટ્રોનિક,ખાસ નામ સાથે થશે લોન્ચ

aapnugujarat

રેન્સમવેર : ફુલપ્રુફ પ્લાન તૈયાર , ચેતવણી જારી થઇ

aapnugujarat

વિમાની ભાડામાં ૧૫ દિનમાં ૧૭ ટકાનો થયેલ વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1