Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે : કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ

જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરવામાં આવ્યા છે. આ ગંભીર આત્મઘાતી હુમલાને લઇ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતના ૨૦૦થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો સંપુર્ણ બોયકોટ કર્યો છે તેમને આજથી કાશ્મીરનું એકપણ બુકીંગ નહીં કરવાનો અડગ નિર્ણય લીધો છે.
જમ્મુ-કાશ્મીર, લેહ લદાખ, સહિતના વિવિધ ડેસ્ટીનેશનની ટૂર ઓર્ગેનાઇઝ કરતા અમદાવાદના ૫૦થી વધુ અને આખા રાજ્યભરમાં ૨૦૦ ટૂર ઓપરેટરોનો સમાવેશ થાય છે. આમ આ નિર્ણયને પગલે ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે.
આ તમામ ટૂર ઓપરેટરોએ આતંકી હુમલામાં જાન ગુમાવ્યા છે તેમને શ્રધ્ઘાંજલી આપ્યા બાદ કાશ્મીરનું બુકીંગ નહીં કરવાની એક સંમતે તિલાંજલી આપી હતી. કાશ્મીર ટૂર ઓર્ગેનાઇઝ કરતા એપરેટરો જણાવી રહ્યા છે કે અમે સવારથી જ એકબીજાના ગ્રુપમાં બુકીંગ નહીં કરવાનો બોયકોટ કરતો મેસેજ ફરતો કર્યો છે ગુજરાતના વિવિધ ટૂર એસોસિએશનને બુકીંગ નહી કરવા સુચના આપી દીધી છે. જેમને ભુલેચુકે એડવાન્સ બુકીંગ કર્યા છે તે કેન્સલ કરવા સુચના જારી કરાઇ છે.
ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે કાશ્મીર બુકીંગ કરી ટુરીઝમને પૈસા પણ કમાવી આપવાના અને સાથે પ્રવાસીઓના જીવનું જોખમ પણ. જેથી હવે અમે કાશ્મીરનું બુકીંગ કરી કોઇ રિસ્ક લેવા માગતા નથી. હવે જમ્મુ-કાશ્મીરના બદલે ટૂરીસ્ટોને હિમાચલ અને ઉત્તરાખંડ લઇ જવાનો વિકલ્પ આપીશુ. જેથી તેઓ ભયમુક્ત શહેલગાહ કરી શકે.
ગુજરાતીઓ ઘટનાને જલ્દી ભુલી જાય છે કાશ્મીરમાં થતા આતંકી હુમલાઓ થોડા સમય બાદ લોકો જલ્દી ભુલી જાય છે અને ફરીથી કાશ્મીરનું બુકીંગ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ વખતે નક્કી કર્યુ છે કે કાશ્મીરના બુકીંગ માટે કોઇપણ મુસાફર આવશે તો પણ અમે સામેથી ઘરાર ઇન્કાર કરી દઇશુ. તમારે કાશ્મીર જવું છે અમારે નથી મોકલવા તેવો જવાબ આપવામાં માટે પણ અમે તૈયાર છીએ.

Related posts

ગાંધી જયંતિને લઇ કરોડોના આંધણના મામલે રિટ કરાઈ

aapnugujarat

ખેડા : ૨૭૦૦૦ ડૉલર માટે હત્યા કરનાર અશ્વિન પટેલ ૨૦ વર્ષે અમેરિકાથી ઝડપાયો

aapnugujarat

५७ टंकी को ४५ दिन में तोड़ा जाएगा : नेहरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1