Aapnu Gujarat
ગુજરાત

ખેડા : ૨૭૦૦૦ ડૉલર માટે હત્યા કરનાર અશ્વિન પટેલ ૨૦ વર્ષે અમેરિકાથી ઝડપાયો

૨૭૦૦૦ ડોલર ઉછીના લીધા બાદ પાછા ન આપવા પડે તે માટે ખેડાના ગીરીશ શિવાભાઈ પટેલની દારૂની પાર્ટી કર્યા બાદ દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી હત્યા કરવામાં આવી હતી અને તેમના શરીર પરથી સોનાના દાગીના પણ ઉતારી લેવામાં આવ્યા હતા. તેમની લાશ જોળ ગામે નહેરના પાણીમાં નાંખી દીધી હતી. આ આરોપી અશ્વિન મોહનભાઈ પટેલની સીઆઈડી ક્રાઈમે ૨૦ વર્ષ બાદ ધરપકડ કરી છે.આ આરોપી અમેરિકામાં હતો અને તેને ઈન્ટરપોલની મદદથી ભારતમાં ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના શુરાસામળ ગામમાં રહેતા અશ્વિન મોહનભાઈ પટેલે તેના મિત્ર અશોક ઉમેદ પટેલની મદદથી ગીરીશ પટેલ પાસેથી ૨૭,૦૦૦ ડોલર વર્ષ ૧૯૯૮માં ઉછીના લીધા હતા. આ નાણાં પાછા ન આપવા પડે તે માટે આરોપી અશ્વિન પટેલે અશોક ઉમેદ પટેલની સાથે મળી કાવતરું રચ્યું અને ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૮એ મોડી સાંજે જી જે ૭ એ ૪૫૪૯ મારુતિ વાનમાં ગીરીશભાઈનું અપહરણ કર્યું હતું. આણંદમાં આવેલા રાજેશ છોટાભાઈ પટેલના ત્યાં દારૂની પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં દારૂમાં ઝેરી દ્રવ્ય મીલાવી ગીરીશ પટેલને પીવડાવી દીધું હતું તથા ગીરીશ પટેલના શરીર પરથી દાગીના ઉતારી જોળ ગામે આવેલી નહેરમાં લાશ ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાના પ્રયત્નો કર્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ થયા બાદ આણંદ પોલીસે અશોક પટેલ અને જશ મોહન પટેલ બંનેને શુરસામળ, જિલ્લો નળીયાદની વર્ષ ૧૯૯૮માં અટક કરી હતી અને આ બનાવની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી.આ બનાવમાં મુખ્ય આરોપી અશ્વિન મોહન પટેલ અમેરિકા ભાગી ગયો હતો. આરોપીની પત્ની શિલ્પા મુંબઈ એરપોર્ટ પરથી ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ બેન્કોક જતા હોવાનું ઈન્ટરસેપ્ટમાં ધ્યાને આવતા તેમને ડીટેઈન કર્યા હતા. તેના આધારે હત્યાનો મુખ્ય આરોપી અશ્વિન પટેલ અમેરિકામાં હોવાનું બહાર આવ્યું હતું. ઈન્ટરપોલના માધ્યમથી વોરંટ બજાવાયું હતું અને આરોપી અશ્વિન પટેલને અમેરિકાથી ઈન્ડિયા ડિપોર્ટ કરાયો હતો. સીઆઈડી ક્રાઈમે ૨૦ વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી હતી.

Related posts

गुजरात विधानसभा अध्यक्ष द्वारा विधानसभा की विभिन्न समितियों की रचना

aapnugujarat

ભીના-સૂકા કચરા માટે જુદા વાહનો રાખવા તજજ્ઞોનો મત

aapnugujarat

રાજયમાં કોઇપણ આરટીઓથી લાઇસન્સ રિન્યુ કરી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1