Aapnu Gujarat
ગુજરાત

રાજયમાં કોઇપણ આરટીઓથી લાઇસન્સ રિન્યુ કરી શકાશે

ગુજરાતનાં વાહનચાલકો માટે એક ખુશીનાં સમાચાર સામે આવ્યાં છે. વાહન ચાલકોને હવે ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા પોતાનાં જિલ્લાનાં આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. વાહનચાલકો રાજયની કોઈપણ આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યુ કરાવી શકશે. રાજય સરકારનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. સરકારના આ નવા નિર્ણયની અમલવારી આવતીકાલથી જ શરૂ થઇ જશે. સરકારના આ પરિપત્રના પગલે હવેથી વાહનચાલકો નજીકની આરટીઓ કચેરીમાંથી તેમના ડ્રાઇવીંગ લાઈસન્સ રિન્યુ કરાવી શકશે. જેના કારણે વાહનચાલકોને ઘણી સરળતા અને અનુકૂળતા રહેશે.
આ અંગે વાહન વ્યવહાર કમિશનર દ્વારા અપાયેલા આદેશ અનુસાર, અજદારે હવે લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે જે આરટીઓમાંથી તે ઈશ્યૂ થયું હોય ત્યાં જવાની જરુર નથી. રિન્યુઅલની કામગીરી માટે હવે પરિવહન.કોમ વેબસાઈટ પર જઈને પોતાની સગવડ પ્રમાણે જે પણ આરટીઓમાં તેને રિન્યૂ કરાવવા જવું હોય તેને સિલેક્ટ કરી અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમય બાદ રાજ્ય સરકારનાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા જનતાનાં હિત માટે એક સારો અને મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયની સાથે સાથે જે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય છે તેવાં લોકોને પણ આ નિર્ણયનો વિશેષ ફાયદો થશે. કારણ કે, જો તેઓના ડ્રાઇવીંગ લાઇસન્સની ટર્મ પતી ગઇ હશે તો તેઓ તે શહેરની આરટીઓ કચેરીમાંથી પણ પોતાનું ડ્રાઇવીંગ લાઇસન્સ રિન્યુ કરાવી શકશે. જેના કારણે વાહનચાલકો-નાગરિકોનો સમયનો પણ બચાવ થશે અને તેઓની સમસ્યાનું નિરાકરણ પણ ટૂંક સમયમાં આવી શકશે. સરકારના આ નવા નિર્ણયની અમલવારી તા.૭મી જૂન એટલે કે, આવતીકાલથી જ શરૂ થઇ જશે. જેને પગલે રાજયભરના વાહનચાલકો અને નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

Related posts

ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-બોટાદ લાઇન ઉપર ટ્રેન દોડશે

aapnugujarat

ગુનાની દુનિયાના જય-વીરૂ પકડાયા

editor

રાજ્યમાં આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે માવઠું : ખેડૂતો ચિંતાતૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1