Aapnu Gujarat
ગુજરાત

એનઆઇએના એસપી તરીકે ઓળખાણ આપનાર પકડાયો

સેન્ટ્રલ ગવર્મેન્ટની ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતા એક ડેવલપમેન્ટ ઓફિસર નેશનલ ઇન્વેસ્ટીગેટીંગ એજન્સી(એનઆઇએ)ના એસપી તરીકે ઓળખ આપી દિવ કલેક્ટરને ઈ-મેઇલ કરી સર્કિટ હાઉસમાં રૂમ બુક કરાવતા શખ્સની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે પિયુષ હરિપ્રસાદ વ્યાસ નામના ૫૮ વર્ષીયની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની જડતી દરમ્યાન પોલીસને તેની પાસેથી એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં તેણે દીવ કલેક્ટરને ઈ-મેઇલ કરી સર્કિટ હાઉસમાં વંશ વ્યાસના નામે બે રૂમ બુક કરવા જણાવ્યું હતું. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી. એચ. જાડેજાને બાતમી મળી હતી કે એક શખ્સ કલેક્ટરને એનઆઇએના એસપીની ઓળખ આપી તેમને ઈ-મેઇલ કરી સર્કિટ હાઉસમાં રૂમ મેળવી રાજ્ય સરકારના સેવકના હોદ્દાનો ઉપયોગ કરે છે, જેના આધારે પીએસઆઈ જાડેજા અને તેમની ટીમે જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેથી પીયૂષ હરિપ્રસાદ વ્યાસ (ઉ.વ.પ૮, રહે. શગુન એપાર્ટમેન્ટ, વાસણા)ની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી એક પત્ર મળી આવ્યો હતો, જેમાં તેણે દીવ કલેક્ટરને ઈ-મેઇલ કરી સર્કિટ હાઉસમાં વંશ વ્યાસના નામે ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ બે રૂમ બુક કરવા જણાવ્યું હતું, જે અંગે પૂછપરછ કરતાં પોતે ધી ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે. કંપનીમાં ઓફિસર હોઈ પોતે એનઆઇએના એસપીની ઓળખ આપી દીવ કલેક્ટરને ઈ-મેઇલ કરી સર્કિટ હાઉસમાં તા.૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ રોકાણ કર્યું હતું. રાજ્ય સરકારના સેવક ન હોવા છતાં તેના હોદ્દાનો ઉપયોગ કરી ઈ-મેઇલ દ્વારા દીવ સર્કિટ હાઉસનો ખોટો ઉપયોગ કર્યો હોઈ પોલીસે પીયૂષ વ્યાસની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પીયૂષે અગાઉ કેટલા કલેકટરને ઈ-મેઇલ કરીને સર્કિટ હાઉસનો ઉપયોગ કર્યો છે અને આ પ્રકારે પોતાની બનાવટી ઓળખ આપી કેટલા ક્ષેત્રે અને કયાં કયાં તે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

Related posts

शहर के प्रदूषण के स्तर में अचानक दर्ज की गई कमी

aapnugujarat

ધનોલ ખાતે ફ્રોઝન સિમેન સેન્ટરનું લોકાર્પણ

editor

પાટીદાર નેતા હાર્દિક પટેલની જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1