Aapnu Gujarat
Uncategorized

લાઠીમાં બે પોલીસકર્મી પર હુમલો કરી બુટલેગરોને છોડાવી જવાયા

લાઠીમાં મંગળવારે રાત્રે ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યાની ઘટના તાજી છે. ત્યાં ચિતલમાં બે પોલીસકર્મીએ બે શખ્સોને દારૂ સાથે ઝડપી લીધા બાદ તેને છોડાવવા માટે પાંચથી છ શખ્સોએ કુહાડી જેવા ઘાતક હથિયારથી હુમલો કરી નાસી ગયા હતાં જેમાં ૨ પોલીસકર્મીને ગંભીર ઇજા પહોંચી હતી. માત્ર ચોવીસ કલાકમાં જ અમરેલી જિલ્લામાં પોલીસ પર હુમલાની બીજી ઘટના બની છે. હાલ એસ.પી.નિરલિપ્ત રાયે આરોપીઓને પકડવા માટે આદેશ કર્યો છે.
મોડી સાંજે અમરેલી તાલુકા પોલીસના બે કર્મચારીઓ પર ચિતલ અને મોણપુરની સીમમાં આ હુમલો થયો હતો. એલઆરડી તરીકે ફરજ બજાવતા વરજાંગભાઇ રામભાઇ મુવલીયા અને સલીમભાઇ હનીફભાઇ ભટ્ટીને ચિતલ મોણપુરની સીમમા અમુક શખ્સો દારૂની ખેપ મારવાના હોવાની બાતમી મળતા તેઓ અહી વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન અહીં રાહુલ અને અરવિંદ નામના દેવીપુજક શખ્સો અહીથી દારૂનો જથ્થો લઇને નીકળ્યા હતા. જેને પગલે આ બંને પોલીસકર્મીઓએ તેને અટકાવ્યા હતા અને ટેલીફોન પર અમરેલી તાલુકા પીએસઆઇને જાણ કરી હતી. જેને પગલે પીએસઆઇ વધુ સ્ટાફ સાથે ચિતલ રવાના થયા હતા. જો કે પીએસઆઇ અને સ્ટાફ અહી પહોંચે તે પહેલા રાહુલ અને અરવિંદના કેટલાક સાથીદારો કુહાડી જેવા ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા અને બંને પોલીસકર્મી પર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દીધા હતા.
ઘટનામાં વરજાંગભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને હાથ પગમા ફ્રેકચર થયું હતું. હુમલો કરનારા શખ્સો રાહુલ અને અરવિંદને છોડાવી નાસી ગયા હતાં. તો બીજી તરફ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ બંને પોલીસકર્મીને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડયા હતા.ઘટનાને પગલે એલસીબી પીઆઇ, એસઓજી પીએસઆઇ, સીટી પીઆઇ સહિતના ઉચ્ચ અધીકારીઓ અને મોટી સંખ્યામા પોલીસકર્મીઓ હોસ્પિટલે દોડયા હતા. મોડેથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી.

Related posts

પાવીજેતપુર નજીક ઓરસંગ નદીમાં રેતી ભરવા આવેલી ટ્રકને ચાલક દ્વારા રિવર્સ કરતા કંડકટર ટ્રક નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત.

aapnugujarat

ભાવનગરમાં ગાંજા સાથે શખ્સ ઝડપાયો

editor

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની પોરબંદરથી રૂપાણીએ શરૂઆત કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1