Aapnu Gujarat
ગુજરાત

સરદારનગર પોલીસ સ્ટેશનમાં આરોપીએ સુસાઈડનો પ્રયાસ કરતા ખળભળાટ

સરદારનગર પોલીસ સ્ટેશનમાં મોડીરાત્રે આરોપીએ પોતાના શરીર પર આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝેલા આરોપીને સારવારઅર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે.
સરદારનગરમાં રહેતા રાજુ ખટવાની નામના યુવકને સરદારનગર પોલીસ ખંડણી અને લૂંટના ગુનામાં અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ દરમિયાન મોડીરાત્રે રાજુએ માચિસથી કપડા પર આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીરરીતે દાઝેલા રાજુને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.
ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સરદારનગર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસ કસ્ટડીમાં જ ફરી એકવાર આપઘાતના પ્રયાસની ઘટના બનતા ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ઝોન-૪ ડીસીપીનો સપંર્ક કરતા થયો ન હતો.
આરોપીએ લોકઅપની અંદર આપઘાતનો પ્રયાસ કર્યો છે માચિસથી શરીર પર આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં આરોપીને તબિયત સ્થિર છે. આરોપી પાસે માચિસ કઈ રીતે આવી તે અંગે તપાસ થઈ રહી છે. સીસીટીવી ફૂટેજની કરી જે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી હશે તેમની સામે પગલા લેવામાં આવશે’

Related posts

ધાનાણી-હાર્દિકની મુલાકાત ફિક્સ મેચ છે : ભરત પંડ્યા

aapnugujarat

વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારી

aapnugujarat

ગીર સોમનાથ : સાવજોનું મોનસૂન વેકેશન પૂર્ણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1