Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે ચૂંટણી

સુરત રાજદ્રોહ કેસમાં પોલીસથી નાસતા ફરતા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને હવે રાજકીય રંગ લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતની બે લોકસબા બેઠક પરથી તે ચૂંટણી લડી શકે છે. જો કે, આ બંને બેઠક કઇ હશે તે અંગે કોઇ ફોડ પડ્યો નથી. અલ્પેશ ભાજપ સિવાય કોઇપણ પક્ષમાં જોડાઇને ચૂંટણી લડશે.
આ પહેલા આજે તે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડ ખાતે આવનાર છે. ત્યારે તેમની સાથે અલ્પેશ કથીરિયા બંધબારણે મીટિંગ કરી શકે છે. જો કે, આ બેઠક કયા સમયે થશે તે અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને વાતચીત થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, તે પોતે જેલમાં હશે તો પણ જેલમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અલ્પેશને જામીન મળી ગયા હતા. પરંતુ પોલીસ અધિકારી સાથે અભદ્ર વાતો કરતા ક્રાઇમબ્રાન્ચે કોર્ટમાંથી તેના જામીન નામંજૂર કરવ્યા હતા.

Related posts

સમાજ સેવક ગોકળદાસ પરમાર કોરોના સામે જંગ હાર્યા

editor

ડાંગ દરબારનો દબદબાભેર પ્રારંભ, સાલિયાણા વધારવા રાજાઓની માંગ

aapnugujarat

महिला निर्माण श्रम योगी सन्मान कार्यक्रम : जनकल्याणलक्षी ८६ योजना महिला कल्याण को समर्पित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1