Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવસેનાએ ભાજપ સમક્ષ સમજૂતી માટે ૧૯૯૫ની સીટ ફોર્મ્યૂલા પર ભાર મૂક્યો

ભાજપા અધ્યક્ષ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લોકસભા ચૂંટણીની સીટો ફોર્મૂલા માટે ફોન કર્યો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૫માં જે પ્રકારે સીટોની સમજૂતી થઈ હતી તે પ્રકારે જ આ સમજૂતી આગળ વધારવાની કડક શરત અમિત શાહ સમક્ષ મૂકી દીધી. લોકસભા ચૂંટણી પહેલા ભાજપા પોતાના સાથીપક્ષોની નારાજગી દૂર કરી સીટોની ભાગબટાઈ પૂરી કરી દેવા માંગે છે. પણ, એનડીએના સહયોગી દળો પણ વર્તમાન સ્થિતનો તાગ મેળવીને પોતાની માંગણીઓ ભાજપા સમક્ષ મૂકવા માટે બાંયો ચઢાવી તૈયાર થઈ ગયા છે.
પ્રાપ્ય માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૫માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે ફોર્મૂલા અપનાવી હતી તે અનુસાર જ લોકસભાની સીટોની વહેંચણી થાય તે વાત મજબૂતાઈથી અમિત શાહ તરફ મૂકી દીધી છે. ઉલ્લેખનિય છે કે ૧૯૯૫માં ૨૮૮ વિધાનસભા સીટમાંથી શિવસેના ૧૬૯ અને ભાજપે ૧૧૬ સીટો ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ સમજૂતી અન્વયે તે સમયે ભાજપા અને શિવસેનાએ સાથે મળીને ૧૩૮ સીટો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં, શિવસેનાએ ૭૩ અને ભાજપાએ ૬૫ સીટો ઉપર વિજય મેળવ્યો હતો.
અમિત શાહે મહારાષટ્રમાં ઉદ્ધવ ઠાકરેને ફોન કરતા પહેલા શિવસેનાના નેતા સંજય રાઉત, દિલ્હી સ્થિત આંધ્રભવનના ટીડીપી નેતા ચંદ્રબાબૂ નાયડૂ સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. એક પ્રકારે શિવસેનાએ ભાજપાને સંકેત આપી દીધા હતા કે અમારા ભાથામાં બીજા ઘણાં તીર છે.

Related posts

સીબીઆઈમાંથી બદલી કરાયેલા અસ્થાનાને ઉડ્ડયન સુરક્ષા વિભાગના વડા બનાવાયા

aapnugujarat

ચાલુ વર્ષે અનાજ ઉત્પાદન ૧ ટકા ઘટી ૨૮.૧૩૭ કરોડ ટન થવાનું અનુમાન

aapnugujarat

પાકિસ્તાન પાસેથી પૈસા લેવાની કબૂલાત કરનાર નઈમ ખાન અને નેશનલ ફ્રન્ટને હુર્રિયતમાંથી કરાયા સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1