Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાકિસ્તાન પાસેથી પૈસા લેવાની કબૂલાત કરનાર નઈમ ખાન અને નેશનલ ફ્રન્ટને હુર્રિયતમાંથી કરાયા સસ્પેન્ડ

એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કાશ્મીરના અલગાવવાદી નેતા નઈમ ખાનને પાકિસ્તાનના આતંકી સંગાથો અને એજન્સીઓ પાસેથી કથિત રીતે પૈસા લેવાની વાતની કબૂલાત કર્યા પછી નઈમખાનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે.શનિવારે હુર્રિયતના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ નઈમ ખાનના નેતૃત્વવાળા નેશનલ ફ્રન્ટને અલગાવવાદી સમૂહમાંથી અસ્થાયી રૂપથી બહાર કરી દેવામાં આવ્યા છે. નઈમ ખાને શનિવારે દાવો કર્યો હતો ઈન્ડિયા ટુડેનું આ સ્ટિંગ નકલી છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે વીડિઓની સાથે ‘છેડછાડ કરવામાં આવી છે.અલગાવવાદી નેતા નઈમ ખાન અને ફારુક ડાર ઉર્ફે બીતતા કરાટેનું સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. સ્ટિંગ ઓપરેશનમાં તેમણે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પાસેથી ધન મેળવવાનો સ્વીકાર કર્યો હતો.અલગાવવાદી સમૂહના એક પ્રવક્તાએ કહ્યું કે, “પોતાની વિશેષ શક્તિઓનો (હુર્રિયતના સંવિધાનના મુજબ)નો પ્રયોગ કરીને ગીલાનીએ ‘નેશનલ ફ્રન્ટ’ને હુર્રિયત કોન્ફ્રેન્સના પ્રાથમિક સદસ્યતા પદેથી ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં સુધી તમામ સંબંધિત મુદ્દાઓ ઉપર સ્પષ્ટીકરણ નથી આવતું.”તેઓએ કહ્યું કે, ” જો કે નઈમ ખાનને કલીપની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉપસ્થિત કર્યા છે, પરંતુ તેમની સદસ્યતા નિલમ્બિત રહેશે અને નિલંબન શ્રીનગર અને હુર્રિયતના પીઓકે ચેપ્ટરમાં તત્કાલ અસરથી લાગુ પડશે. આ મારુ નૈતિક કર્તવ્ય છે અને ફોરમના પ્રમુખ તરીકે મારે મારુ કામ પૂરું કરવાનું છે.” હુર્રિયતે ‘પક્ષપાતી રિપોર્ટિંગ’ માટે મીડિયાની પણ ટીકા કરી.પ્રવક્તાએ કહ્યું, “તે ઔપનિવેશિક માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને નેતૃત્વ અને સ્વતંત્રતાની ચાલી રહેલી લડાઈને બદનામ કરવા ઉપર ચાલ્યા છે.”ગિલાનીએ કહ્યું કે હિજબુલ મુજાહિદ્દીના આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર માર્યા ગયા પછી ઘાટીમાં ૨૦૧૬માં ઉત્પન્ન અશાંતિ “ન તો સુનિયોજિત હતી, ન તો તેમને પાકિસ્તાને ઉશ્કેર્યા હતા.” આ અગાઉ સંવાદદાતા સંમેલનમાં અલગાવવાદી નેતા નઈમ ખાને કહ્યું કે વીડિઓની સાથે “છેડછાડ” થઈ છે અને તેઓએ ચેનલને પૂરો વીડિઓ ચલાવવાનો પડકાર ફેંક્યો છે.

Related posts

બેંગ્લોરમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ : ૫ના મોત

aapnugujarat

દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર : ૨.૧૬ લાખ નવા કેસ

editor

કેજરીવાલે જાહેર કરી નવી ગાઇડ લાઇન, દિલ્હીમાં હવે ક્વોરેન્ટાઈન પણ થવું પડશે

editor

Leave a Comment

UA-96247877-1