Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્વામીએ ‘સાઉથ સુપરસ્ટાર’ રજનીકાંતને અભણ-પાગલ, મહામૂરખ ગણાવ્યાં

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં આવી રહ્યાં છે તેવી ચર્ચાઓ આજકાલ ગરમાગરમ છે. ગત દિવસોમાં એવા અહેવાલો હતાં કે ભાજપ તેમને પોતાના પક્ષમાં લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જે નિવેદન આપ્યું છે તેનાથી ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે. સ્વામીએ રજનીકાંતને અભણ અને પાગલ ગણાવ્યાં છે. સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન વિશ્વ સંવાદ કેન્દ્રના નારદ જયંતી મહોત્સવમાં ભાગ લેવા માટે આગરા આવ્યાં હતાં. અહીં તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજુ કર્યાં.
પત્રકારો સાથે વાતચીતમાં સ્વામીએ ફિલ્મસ્ટાર રજનીકાંતના રાજકારણમાં આવવાની અટકળો ઉપર રજનીકાંતને સીધે સીધા પાગલ અને અભણ ગણાવી દીધા. તેમણે કહ્યું- રજનીકાંત મહામુરખ છે, અભણ છે ભારત અને પાકિસ્તાનનું બંધારણ તેમની સામે મુકશો તો તેને એ પણ નહીં ખબર પડે કે કયાં દેશનું કયુ બંધારણ છે.
તેમણે કહ્યું કે અભણ રજનીકાંતને રાજકાણમાં ખેંચવા માટે બધા પ્રયત્નો કરી રહ્યાં છે.આ ઉપરાંત સ્વામીએ દિલ્હીની વિવાદાસ્પદ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનું નામ બદલવાની પણ માંગણી કરતા તેમણે કહ્યું કે તેનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી કરી દેવું જોઈએ. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીના નામે જેએનયુમાં કાશ્મીરની સ્વતંત્રતાના નારા લાગે છે.

Related posts

સટ્ટાબજાર : ભાજપ ૨૫૦ કરતાં વધુ બેઠકો પર જીતશે

aapnugujarat

અમૃતસરઃ સુવર્ણ મંદિર પાસે વધુ એક વિસ્ફોટ, 6 દિવસમાં ત્રીજી ઘટના; 5ની ધરપકડ

aapnugujarat

રાહુલ ગાંધીની બેઝિક ઇનકમની ગેરંટીવાળો પ્લાન શક્ય નથી : નીતિ આયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1