Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઈમાંથી બદલી કરાયેલા અસ્થાનાને ઉડ્ડયન સુરક્ષા વિભાગના વડા બનાવાયા

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના વિશેષ નિર્દેશકના પદ પરથી હાંકી કઢાયાના એક દિવસ બાદ રાકેશ અસ્થાનાની શુક્રવારે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડિરેક્ટર જનરલ પદે નિમણૂક કરાયાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના વડા આલોક વર્મા અને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે મોટો વિવાદ થયો હતો અને બંનેએ એક-બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ વિવાદ બાદ બંનેને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રજા પર મોકલી દેવાયા હતા. એક આધિકારીક નિવેદનમાં જણાવાયું છે કે, રાકેશ અસ્થાનાની બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડિરેક્ટર જનરલ પદે નિમણૂકને કેબિનેટની નિમણૂક સમિતીએ મંજૂરી આપી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીમાં હાલ ડિરેક્ટર જનરલની પોસ્ટ અસ્થાયી ધોરણે બનાવવામાં આવી છે અને તેનું ધોરણ ડિરેક્ટર જનરલ કક્ષાનું રહેશે. રાકેશ અસ્થાનાનો કાર્યકાળ ચાર્જ સંભાળ્યાના બાદ બે વર્ષ સુધીનો અથવા તો કોઈ નવા આદેશ ન થાય તેમાંથી જે પહેલા હોય ત્યાં સુધીનો રહેશે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા રાકેશ અસ્થાનાને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર પદ પરથી તાત્કાલિક અસરથી હાંકી કઢાયા હતા. રાકેશ અસ્થાનાની સાથે-સાથે સીબીઆઈના ત્રણ અન્ય અધિકારીઓને પણ તેમના પદ પરથી દૂર કરાયા હતા.નરેન્દ્ર મોદી સરકારે ૨૩ ઓક્ટોબરના રોજ રાકેશ અસ્થાનાને તેમની પાસે રહેલી તમામ સત્તાઓ પાછી ખેંચીને ફરજિયાત પણે રજા પર મોકલી દેવાયા હતા. જેમનો સીબીઆઈના તત્કાલિન વડા આલોક વર્મા સાથે ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિવાદ થઈ ગયો હતો.

Related posts

ઈડીના જોરે ભાજપ મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી નહીં શકે : શિવસેના

editor

સ્વિસ ડિપોઝિટના સંદર્ભમાં ડેટા ભારતને મળશે

aapnugujarat

Delhi-NCR’s climate improved for the second consecutive day

aapnugujarat

Leave a Comment

UA-96247877-1