Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યું નાગરિકતા સંશોધન બિલ

રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને કારણે નાગરિકતા સંશોધન બિલ મંગળવારે પણ રજૂ થઈ શક્યું ન હતું. આ બિલ જાન્યુઆરીમાં લોકસભામાં પસાર થયું હતું. આ ખરડાની મદદથી ૧૯૫૫ના કાયદાને સંશોધિત કરવામાં આવશે. બુધવારે બજેટ સત્રનો અંતિમ દિવસ છે. આ ૧૬મી લોકસભાનું છેલ્લું સત્ર છે.
મણિપુરમાં નાગરિકતા ખરડાના વિરોધમાં હિંસા વધુ ઉગ્ર થઈ ગઈ છે. પાટનગર ઈમ્ફાલમાં અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. અહીં ઈન્ટરનેટ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહના પૂતળા પણ ફુંક્યા.અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં બિન મુસ્લિમ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી)ને ભારતની નાગરિકતા આપવામાં સહેલાય રહેશે. હાલના કાયદા મુજબ આ લોકોને ૧૨ વર્ષ પછી ભારતની નાગરિકતા મળી શકે છે, પરંતુ બિલ પાસ થઈ જાય તો આ સમય ૬ વર્ષ થઈ જશે.વૈધ દસ્તાવેજ ન હોય તો પણ ૩ દેશોના બિન મુસ્લિમને તેનો લાભ મળશે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે ખરડો માત્ર આસામ સુધી જ સીમિત નહીં રહે, પરંતુ આ દેશમાં પમ પ્રભાવી રહેશે. પશ્ચિમી સરહદથી ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજ્યોમાં આવતાં પીડિત પ્રવાસીઓને તેનાથી રાહત મળશે. બિલને પહેલી વખત ૨૦૧૬માં સંસદમાં રજૂ કરાયું હતું. જે બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલાયું હતું. સમિતિની કેટલીક ભલામણો પર સુધારા કરીને લોકસભામાં રજૂ કરાયું હતું. કોંગ્રેસ ઈચ્છે છે કે બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવામાં આવે. સરકાર માગ નહીં માને તો પાર્ટીએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું. આરજેડી, એઆઇએમઆઇએમ, બીજેડી, એમસીપી, એઆઇયુડીએફ, આઇયુએમએલ સહિતના પક્ષો ખરડાનો વિરોધ કરે છે.રાજનાથ સિંહના કહ્યા પ્રમાણે, જો આપણે આ લોકોને શરણ નહીં આપીએ તો આ લોકો ક્યાં જશે. ભારતે બિન-મુસ્લીમોને સુરક્ષિત સ્થળ ઉપલ્બધ કરાવવા માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યુ. તેમણે કહ્યું કે બંધારણની જોગવાઈઓનાં આધારે જ બિલોને તૈયાર કરાયા છે. સરકાર આ બિલને કોઈ પણ ભેદભાવ વિના લાગુ કરશે. આસામનાં અનુસુચિત જનજાતિનાં લોકોનાં હિતોની રક્ષા કરવા માટે સરકાર યોગ્ય પગલા લેશે.

Related posts

जाधव पर अपने कानून मुताबिक लेंगे फैसलाः पाक गृहमंत्री

aapnugujarat

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat

कैलाश मानसरोवर यात्रा फिर से शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1