Aapnu Gujarat
બ્લોગ

સદીના અંત સુધી હિંદુ કુશ પર્વતોના ૧/૩થી વધારે ગ્લેશિયર પીગળી જશે

દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા બનતી જઇ રહી છે. આ સમસ્યાથી આજના સમયમાં દુનિયાના દરેક દેશ ડરેલો છે. ક્યાંય સરેરાશથી વધારે ઠંડું હોવું અને ક્યાંયક સરેરાશથી વધારે ગણી ગરમી હોવી, બધું એનું પરિણામ છે. હવે ૨૧૦ વિશેષજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ સદીના અંત સુધી હિંદુ કુશ પર્વતોના ૧/૩ થી પણ વધારે ગ્લેશિયર પીગળી જશે. આ માઉન્ટેન રેન્જને એશિયાનું વોટર ટાવર પણ કહેવામાં આવે છે.
આ બધું ત્યારે થઇ શકે છે જ્યારે ગ્લોબલ વોર્મિંગ ૧.૫૦ સેલ્સિયસની સાથે સૌથી સારી સ્થિતિમાં હોય. આ શોધ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને લઇને ચિંતા વધનારી છે. આ શોધમાં જાણવા મલ્યું છે કે પૂર્વી હિમાલયના ગ્લેશિયર સમગ્ર રીતે સમાપ્ત થઇ દશે. જો ગ્લોબલ વોર્મિંગ આવી જ રીતે અનિયંત્રિત રહી તો આશરે ૯૫ ટકા ગ્લેશિયર સમાપ્ત થઇ જશે.
આ શોધમાં જાણવા મળ્યું છે કે જ્યાં એક બાજુ પૂર્વી ક્ષેત્રના ગ્લેશિયર ખતમ થશે, તો બીજી બાજુ પશ્વિમી હિમાલયના ગ્લેશિયરમાં વધારો થશે. આવું વધારે હિમવર્ષાના કારણે થઇ શકે છે.
હિંદુ કુશ પર્વત ઉત્તરી પાકિસ્તાનના વિવાદીત ભાગથી મધ્ય અફઘાનિસ્તાન સુધી વિસ્તૃત એક ૮૦૦ કિમી ચાલતી પર્વત શ્રૃંખલા છે. એનો સૌથી ઊંચો પહાડ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં સ્થિત તિરિચ મીર પર્વત છે. બીજો સૌથી ઊંચો પહાડ નોશક પરવ્ત અને ત્રીજો ઇસ્તોર ઓ નલ છે. જેનાથી બે અરબ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે.

Related posts

किसान-आंदोलन : आशा बंधी

editor

૨૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં થતી હતી પ્લાસ્ટિક સર્જરી

aapnugujarat

જશવંત બીડીના માલિકના આપઘાતથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1