Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ કિસાન પોર્ટલ પર ખેડુત નામ જોઇ શકશે

રાજ્યો પાસેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી ૧૫ દિવસમાં મળી જશે તેવી ખાતરી મળી ગયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા હવે એક પોર્ટલની શરૂઆત કરી દીધી છે. આ પોર્ટલ પર તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ યોજના સાથે જોડાયેલી તમામ વિગતો તેના પર આપવામાં આવી છે. આ પોર્ટલ પર દર્શાવવામાં આવ્યુ છે કે ક્યાં ખેડુતોને યોજનાના લાભ મળશે અને ક્યાંને નહીં. ક્યાં ખેડુતો યોજનાની હદમાં આવી શકશે. આમાં જુદી જુદી એજન્સીઓની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડુતોના ખાતામાં સહાયતાની રકમ માટેનો પ્રથમ હપ્તો ૩૧મી માર્ચ સુધી પહોંચી જાય. જેથી રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે તેઓ લાભાર્થીઓની યાદી આ પોર્ટલ પર ૨૫મી ફેબ્રુઆરી સુધી અપલોડ કરી દેવામાં આવે. જો રાજ્યો ૨૫મી ફેબ્રુઆરી સુધી લાભાર્થીઓની યાદી પોર્ટલ પર મુકી દેશે તો ખેડુતો અહીં તેમના નામને જોઇ શકશે. તેમને યોજનાના લાભ મળી શકશે કે કેમ તે અંગે માહિતી મળી શકશે. એક અધિકારીએ કહ્યુ છે કે તેમની પાસે યોજનાના પાત્ર ખેડુતો માટે તેમના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા કરવા માટે ૩૧મી માર્ચ સુધીનો સમય છે. પરંતુ અમે પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ૨૮મી ફેબ્રુઆરીના દિવસથી જ શરૂ કરવામાં આવનાર છે. ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ કરવામાં આવે તે પહેલા આ રકમ જમા કરવાની યોજના છે. સરકારે આ યોજનાને પહેલી ડિસેમ્બર ૨૦૧૮થી અમલી કરવાની જાહેરાત કરી છે. જેથી પ્રથમ હપ્તાની રકમ ૩૧મી માર્ચ પહેલા જમા કરી દેવામાં આવનાર છે. પીએમ કિસાન પોર્ટલના કારણે તમામ ખેડુતોને સીધો ફાયદો થનાર છે.

Related posts

कर्नाटक : 17 विधायक अयोग्य सही, लेकिन चुनाव लड़ सकेंगे- SC

aapnugujarat

હરિયાણા સરકાર ચિંતામાં : હજારો ખેડુતો રસ્તા પર ઉતર્યા

editor

ટેરર ફન્ડિંગ મામલે એનઆઇએ યાસીન મલિકની પૂછપરછ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1