Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

વધુ ત્રણ બેંકોને ટુંક સમયમાં મર્જ કરવાની તૈયારી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં અન્ય બેંકોના મર્જરની પ્રક્રિયા બાદ હવે સરકાર અન્ય ત્રણ બેંકોના મર્જરને લઇને પણ તૈયારીમાં છે. ટુંક સમયમાં જ ત્રણ અન્ય બેંકોનુ વિલિનિકરણ કરવામાં આવનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પંજાબ નેશનલ બેંક ઓરિયન્ટલ બેંક ઓફ કોમરસ્‌ તેમજ પંજાબ નેશનલ બેંકને વિલિન કરવાની ઇચ્છા ધરાવે છે. જો કે આ સંબંધમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી સ્વદેશ પરત ફર્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે. એવો અંદાજ છે કે આ ત્રણ બેંકોના મર્જ થવાના કારણે નવા બેંકની કુલ જમા રકમનો આંકડો ૧૬.૫ લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જશે. જેમાં ડિપોઝિટ ૯.૬ લાખ કરોડ રૂપિયા અને લોન સાત કરોડ કરોડનો સમાવેશ થાય છે. પાંચ સહાયક બેંકો અને ભારતીય મહિલા બેંકને હાલમાં એસબીઆઇ અને બેંક ઓફ બરોડામાં મર્જ કરવાની પ્રક્રિયા યોજાઇ ચુકી છે. બેક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકને મર્જ કરવામાં આવી ચુકી છે. આને મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. હવે આરબીઆઇને વિશ્વાસ છે કે ત્રણ બેંકોના મર્જરને પણ મોટી સફળતા હાથ લાગશે. આ ત્રણેય બેંકો હાલમાં કેટલીક સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેટલી નવી સમસ્યા ઉભી થઇ શકે છે. સુત્રોનુ કહેવુ છે કે જ્યાં સુધી આ બેંકો વસુલીને લઇને યોગ્ય રસ્તા પર આવતા નથી ત્યાં સુધી સરકાર કોઇ પણ નિર્ણયને લઇને રાહ જોશે. એમ માનવામાં આવે છે કે આ ત્રણેય બેંકોના ગ્રાહકોને નવી બેંકમાં પોતાના ખાતા નવેસરથી ખોલવાના રહેશે. આના કારણે પેપર વર્કની કામગીરી વધારે મુશ્કેલરૂપ બની જશે. આવનાર દિવસોમાં આની ચર્ચા રહી શકે છે. બેંકોની કામગીરીને વધારે અસરકારક બનાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.

Related posts

RBI હાલ પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

aapnugujarat

પેટ્રોલમાં વધારો : ડીઝલમાં વૃદ્ધિ નહીં

aapnugujarat

आज 19 राज्‍य के लगभग 110 स्‍थानों पर CBI ने किया सर्च ऑपरेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1