Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારના મંત્રી ગડકરીના કામની પ્રશંસા સોનિયા ગાંધીએ પાટલી પર હાથ થપથપાવી કરી..!!

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કેંદ્રીય મંત્રીના કામની પ્રશંસા કરી હતી. લોકસભામાં ગુરૂવારે ભારતમાલા પરિયોજનાથી જોડાયેલા સવાલ દરમિયાન કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીના કામની પ્રશંસા કરવામાં આવી અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ દરમિયાન પાટલી પર હાથ થપથપાવી પોતાનું સમર્થન આપ્યું હતું.
સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન મંત્રી ગડકરી ભારતમાલા પરિયોજના, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને ચારધાન પરિયોજનાથી સંબંધિત સવાલોના જવાબ આપી રહ્યા હતા. સવાલ પુછનારા ભાજપ, શિવસેના અને કૉંગ્રેસ સહિત અન્ય દળોના સદસ્યોને આ દરમિયાન દેશમાં થયેલા કામકાજને લઈને ગડકરીની પ્રશંસા કરી હતી.
ગડકરીએ એક સવાલનો જવાબ આપતા કહ્યું, મારી આ વિશેષતા છે અને મે પોતાને તેના માટે ભાગ્યવાન સમજુ છુ કે દરેક પાર્ટીના સાંસદો કહે છે કે તેમના ક્ષેત્રમાં સારૂ કામ થયું છે. ગંગા સરક્ષણ મંત્રાલયનો પણ પ્રભાર સંભાળી રહેલા ગડકરીએ ઉત્તરાખંડના ચાર ધામોને જોડનારી પરિયોજનાથી સંબંધિત સવાલનો જવાબ આપતા ગંગાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું પ્રયાગમાં પ્રથમ વખત ગંગા આટલી નિર્મલ અને અવિરલ છે.
તેમણે લોકસભા અધ્યક્ષને કહ્યું, અધ્યક્ષ મહોદયા તમે એક વખત જઈને જુઓ કે ગંગા માટે પણ કેટલું કામ થયું છે. તેના પર અધ્યક્ષ મહાજને કહ્યું કામ થયું છે અને અમારા આર્શીવાદ તમારી સાથે છે. મંત્રીના જવાબ બાદ ભાજપના ગણેશ સિંહે લોકસભા અધ્યક્ષને અનુરોધ કર્યો કે ગડકરીએ દેશમાં એટલું કામ કર્યું છે કે તેમના માટે સંસદમાં ધન્યવાદ પ્રસ્તાવ પાસ કરવો જોઈએ. આ દરમિયાન ભાજપના સભ્યોએ પાટલી પર હાથ થપથપાવી ગડકરીની પ્રશંસા કરી યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સદનમાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય કેટલાક વિપક્ષી સદસ્યોએ પણ પાટલી થપથપાવી પોતાનું સમર્થન આપ્યું હતું.

Related posts

Indian Railways decids to restore service charges from Sept 1,2019 : IRCTC

aapnugujarat

પોલિસી સમીક્ષા મિટિંગ આજથી શરૂ : વ્યાજદર યથાવત રહી શકે

aapnugujarat

ગ્રાહક હવે વીજ કંપની બદલી શકશે, કાયદામાં કરાશે ફેરફાર : આર.કે.સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1