Aapnu Gujarat
મનોરંજન

હવે સિનેમાઘરોમાં ફિલ્મોને રેકોર્ડ કરતા પકડાયા તો ૧૦ લાખનો દંડ,ત્રણ વર્ષની જેલ થશે

ફિલ્મોની પાયરેસી રોકવા માટે મોદી સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨માં બદલાવને મંજૂરી આપી દીધી છે. આ બદલાવ બાદ જો કોઈપણ વ્યક્તિ સિનેમાઘરોમાં ફિલ્મોને રેકૉર્ડ કરતા પકડાશે તો તેના પર ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત આરોપીને ૩ વર્ષ સુધી જેલ પણ થઇ શકે છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારનાં રોજ કેબિનેટનાં આ નિર્ણયની જાણકારી આપી હતી. ફિલ્મની પાયરેસને રોકવા માટે જ સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ને મંજૂરી આપી દીધી છે.
છેલ્લા ઘણા વર્ષોથી ઘણી પાયરેટેડ વેબસાઇટ ઘણી ફિલ્મોને ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ પર નાંખતી આવી છે. જેના કારણે ફિલ્મનાં કલેક્શનમાં ઘણો પ્રભાવ પડે છે. હવે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ ૬એએમાં નવી કલમ જોડવામાં આવશે. ત્યારબાદ કોઇપણ ફિલ્મને વગર પ્રોડ્યૂસર અથવા કંપનીની અનુમતિ વગર રેકૉર્ડ કરવી ગુનો ગણાશે. આવુ કરવા પર આરોપીને ૩ વર્ષની સજા અથવા ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને ફટકારવામાં આવશે.
સરકારનાં આ સરાહનીય પગલાનું પ્રોડ્યૂસર્સ ગિલ્ડે સ્વાગત કર્યું છે. પ્રોડ્યૂસર ગિલ્ડે નિવેદન જાહેર કરતા લખ્યું, ‘એસોસિએશન ખુલ્લા હ્રદયે સરકારનાં આ પગલાનું સ્વાગત કરે છે. સરકારનું આ પગલું પીએમ નરેન્દ્ર મોદીનાં એ વાયદાને પૂર્ણ કરે છે જે તેમણે ૧૯ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ સિનેમા મ્યૂઝિયમનાં ઉદ્ઘાટન દરમિયાન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઘણી ફિલ્મો રીલીઝનાં દિવસે જ ઑનલાઇન લીક થઇ ગઇ હતી.

Related posts

દૂરદર્શન પોતાનો લોગો કરશે ચેન્જ, ડિઝાઈન માટે લોકોને આપ્યું આમંત્રણ

aapnugujarat

રણબીરને કોઈ અંકલ કહીને બોલાવે તે પસંદ નથી

aapnugujarat

નરગીસ સંજય દત્ત સાથે નવી ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1