Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગ્રાહક હવે વીજ કંપની બદલી શકશે, કાયદામાં કરાશે ફેરફાર : આર.કે.સિંહ

કેન્દ્રીય પ્રધાન આર.કે. સિંહે જણાવ્યું છે કે લોકોને ટેલિફોનની જેમ વીજળીમાં પણ એક કરતાં વધારે કંપની એટલે કે વીજ પુરવઠાકારનો વિકલ્પ આપવામાં આવશે. આ માટે વીજ કાયદામાં સુધારો પણ કરાશે. સરકાર બજેટ સત્રમાં આ સુધારા વિધેયક સંસદમાં રજૂ કરશે. સુધારા વિધેયકમાં વીજ પુરવઠા અને વિતરણ નેટવર્કમાં જૂદી જૂદી જોગવાઈનો સમાવેશ કરવામાં આવનાર છે. નવીન અને નવસાધ્ય વીજ મંત્રાલયનો હવાલો સંભાળતા આર.કે,સિંહે જણાવ્યું હતું કે અમે વિજ ધારામાં અનેક સુધારા કરનાર છીએ. તેમાં કેરેજ અને કન્ટેન્ટ બિઝનેસને અલગ કરવાની પણ જોગવાઈ છે. જે રીતે અમે ઉત્પાદન અને વિતરણને જૂદા કર્યા હતાં. સિંહે જણાવ્યું હતું કે વિતરણ અને પુરવઠા બિઝનેસ જૂદા જૂદા કરવાથી નવી વ્યવસ્થા ઉભી થશે. આમાં ગ્રાહક પાસે વીજળીની ખરીદી માટે તેમના ક્ષેત્રમાં વીજળી પૂરી પાડતી એક કરતાં વધારે કંપનીમાંથી પસંદગી કરવાનો વિક્લ્પ પ્રાપ્ત થશે. ટેલિકોમ સેવાની જેમ જ આમ કરી શકાશે.

Related posts

ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ

editor

Modi govt’s target of $ 5 trillion economy can be fulfilled : Pranab Mukherjee

aapnugujarat

બજેટમાં રેલવે માટે કુલ ૨.૪ લાખ કરોડની ફાળવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1