Aapnu Gujarat
રાષ્ટ્રીય

બજેટમાં રેલવે માટે કુલ ૨.૪ લાખ કરોડની ફાળવણી કરાઈ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી ઘોષણાઓ કરવામાં આવી હતી. આ ઘોષણાઓમાં રેલવે પણ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ ૨.૪ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રેલવેની નવી યોજનાઓ માટે ૭૫ હજાર કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્ટર ની મદદથી ૧૦૦ નવા પ્રોજેક્ટ્‌સ શરુ કરવામાં આવશે. ગુજરાતના ૮ જીલ્લાઓ તથા દાદરા અને નગર હવેલીથી પસાર થતી સમાંતરની સાથે નિર્માણ પણ શરુ થઈ ગયું છે. વર્ષો સુધી અટકી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે હાલમાં સ્પીડ પકડી છે, જેમાં મહારાષ્ટ્ર પણ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૭માં પૂર્ણ થઈ શકે છે.
ચિનાબ નદી પર વિશ્વનું સૌથી ઊંચું સિંગલ-આર્ક બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે. ચિનાબ નદી રલવે બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લીંક પ્રોજેક્ટનું એક ભાગ છે. ૯.૨ કરોડ ડોલરના બજેટવાળું ૧.૩ કિલોમીટર લાંબુ આ પ્રોજેક્ટ કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી રેલવે નેટવર્કના માધ્યમથી જોડશે. રેલવેના આ પ્રોજેક્ટ દ્વારા કાશ્મીર પહોંચવા માટે વધુ સરળ બની રહેશે. ચિનાબ નદીનું રેલવે બ્રિજ એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ભારત), વીએસેલ ઇન્ડિયા અને સાઉથ કોરિયાની અલ્ટ્રા કન્સ્ટ્રકશન એન્ડ ઇન્જીનિયરીંગ કંપનીના સહયોગથી બનાવવામાં આવશે.
દિલ્લીથી મેરઠ વચ્ચે વર્ષ ૨૦૨૫માં ઝડપી ટ્રેનો શરુ કરવામાં આવશે. આ સંપૂર્ણ રેલવે કોરિડોરને ત્રણ તબક્કામાં પૂરું કરવામાં આવશે. પહેલા તબક્કાનું રેલવે રૂટ સાહિબાબાદથી દુહાઈ ડીપો વચ્ચે ૧૭ કિલોમીટર લાંબો છે. આ ભાગમાં રેપિડ રેલને માર્ચ ૨૦૨૩થી મુસાફરી માટે શરુ કરવામાં આવશે. આ ભાગમાં રેલવે ટ્રેક બનાવવાનું કામ પૂરું થઈ ચુક્યું છે. અહિયાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ લાઈનના ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં આ ટ્રેક પર દુહાઈ ડીપોથી સાહિબાબાદ વચ્ચે ટ્રેનો શરુ થઈ જશે.
પૂર્વોત્તર રાજ્ય મિઝોરમને ભારતના અન્ય ભાગોથી જોડવા માટે બઈરબી-સાઈરંગ નવી રેલ લાઈન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારતના પૂર્વ અને ઉત્તરના રાજ્યોમાં ખાસ કરીને મિઝોરમમાં સંચાર અને વાણિજ્યના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થશે. બૈરાગી-સૈરાંગ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પૂર્વોત્તર ભારતમાં વધારે પડતા ૫૧.૩૮ કિલોમીટર રેલવે લાઈન બનાવવાનો છે. ભાલુક્પોંગ-તવાંગ લાઈન પૂર્વોત્તરની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે. આ યોજનાના માધ્યમથી ભારતીય સેનાની વ્યાપક જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. જ્યાં ચીન અને ભારત વચ્ચે તણાવ વધેલો છે. આ લાઈનમાં કેટલીક સુરંગો હશે અને આ ૧૦,૦૦૦ ફૂટની ઉચાઈ પર બનાવવામાં આવશે.

Related posts

હત્યા કેસ : આર્મી મેજર ૧૪ દિવસ માટે કસ્ટડીમાં લેવાયો

aapnugujarat

જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલના કારણે ભારતના ભાગલા પડ્યા : ફારૂક અબ્દુલ્લા

aapnugujarat

અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં વિપક્ષ ફ્લોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1