Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં ૨૦૪૩ કરજદારો પર રૂ.૬ લાખ કરોડ જેટલી જંગી રકમ બાકી

કેન્દ્ર સરકાર રાહતો જાહેર કરી રહી છે અને ચૂંટણીલક્ષી પગલાં લઈ રહી છે પરંતુ બીજી બાજુ નાણાકીય સ્થિતિ ખુબ જ ખરાબ છે અને તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. ખુદ સરકારની કબુલાતના પગલે એવો ધડાકો થયો છે કે હજુ પણ દેશમાં ૨૦૪૩ કરજદારો ઉપર રૂા.૬ લાખ કરોડ જેટલી જંગી રકમ બાકી રહી ગઈ છે અને નાણાકીય સંકટ યથાવત જ છે તેમાં કોઈ શંકા નથી.
કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. રિઝર્વ બેન્કના આંકડા મુજબ ૩૦ સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી ૨૦૪૩ કરજદારો એવા છે કે જેમના પર સરકારી બેન્કોની ૨૫ કરોડ રૂપિયાથી વધુની એનપીએ બાકી હતી. આ કરજદારો પર બાકી રકમની કુલ રકમ રૂા.૬ લાખ કરોડ જેટલી થવા જાય છે.
પિયુષ ગોયલે ગૃહમાં એવી માહિતી પણ આપી છે કે, સરકારી ક્ષેત્રની બેન્કોની દબાણગ્રસ્ત સંપતિઓમાં અચાનક થયેલી વૃધ્ધિના કારણોમાં અન્ય વાતો ઉપરાંત આક્રમક ઉધાર પધ્ધતિ જાણી જોઈને ભૂલ અથવા લોનના ગોટાળા વગેરે જવાબદાર છે અને કેટલાક કેસમાં ભ્રષ્ટાચાર તથા આર્થિક મંદી પણ કારણભૂત રહી છે.
ગોયલે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, એકયુઆર એટલે કે સંપતિ ગુણવત્તા સમિક્ષાથી એનપીએમાં વધારાની ખબર થયા બાદ બેન્કો દ્વારા પારદર્શિ ઓળખથી કામગીરી થઈ રહી છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજનામાં શૂન્ય રકમવાળા ખાતાઓની ટકાવારી ચાર વર્ષમાં ૫૮ ટકાથી ઘટીને ૧૫ ટકા રહી ગઈ છે. ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી અને ચાલુ વર્ષના ૨૩ જાન્યુઆરી સુધી ૩૪.૦૩ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.

Related posts

डिजिटल पेमेन्ट कंपनी पेटीएम का पेमेंट्‌स बैंक शुरु हुआ

aapnugujarat

क्या मोदी पाकिस्तान के एंबेसडर हैं ? : ममता

aapnugujarat

બિહારમાં ગંડક નદી ગાંડીતૂર

editor

Leave a Comment

UA-96247877-1