Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં એનઆરસીને લઇ સુપ્રીમ દ્વારા કેન્દ્રને ફટકાર

આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન પ્રક્રિયાને લઇને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, એમ લાગે છે કે, ગૃહમંત્રાલયનો પ્રયાસ એનઆરસી પ્રક્રિયાને બરબાદ કરવાનો રહેલો છે.
સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી કે, એનઆરસી માટે નિર્ધારિત ૩૧મી જુલાઈની સમય મર્યાદાને હવે આગળ વધારવામાં આવશે નહીં. આની સાથે સાથે કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે, તે રાજ્યના કેટલાક અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાથી અલગ કરી દે જેથી એનઆરસી પ્રક્રિયા જારી રાખવાની બાબતની ખાતરી થઇ શકે. ગૃહમંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટથી એનઆરસીના કામને બે સપ્તાહ માટે રોકી દેવાની વિનંતી કરવામાં આવી હતી. કારણ કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) ચૂંટણી ફરજમાં વ્યસ્ત રહેશે. આના પર સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, એનઆરસી પ્રક્રિયાને પૂર્ણ કરવાની ૩૧મી જુલાઈની સમય મર્યાદાને હવે આગળ વધારવામાં આવશે નહીં. સીજેઆઈએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર એનઆરસી પ્રક્રિયાને લઇને સહકાર કરી રહ્યું નથી. એમ લાગે છે કે, ગૃહમંત્રાલયના તમામ પ્રયાસ એનઆરસી પ્રક્રિયાને બરબાદ કરી દેવાની છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું હતું કે, આસામના કેટલાક અધિકારીઓને ચૂંટણી ફરજથી દૂર કરવામાં આવે તેને લઇને વિચારણા કરવામાં આવે. કારણ કે, આનાથી એનઆરસી પ્રક્રિયા જારી કરવાની ખાતરી થઇ શકશે. કોર્ટે ૨૪મી જાન્યુઆરીના દિવસે કહ્યું હતું કે, આસામ માટે એનઆરસી પ્રક્રિયાને પૂર્ણ કરવાની મહેતલ ૩૧મી જુલાઈ ૨૦૧૯ છે અને તેને બદલવામાં આવશે નહીં. આસામમાં એનઆરસીનો મુસદ્દો ૩૦મી જુલાઈ ૨૦૧૮ના દિવસે પ્રકાશિત કરાયો હતો જેમાં ૩.૨૯ કરોડ પૈકી ૨.૮૯ કરોડ લોકોના નામ સામેલ કરાયા હતા અને યાદીમાં ૪૦૭૦૭૦૭ લોકોના નામ સામેલ કરાયા ન હતા.

Related posts

अंतरिम बजट में किए गए आवंटन को बरकरार रखेगा वित्त मंत्रालय

aapnugujarat

કોરોના બાદ બગડી કેન્દ્રીય શિક્ષણ મંત્રીની તબિયત

editor

राहुल गांधी झूठा है और केजरीवाल धोखा है : रामलाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1