Aapnu Gujarat
મનોરંજન

અનન્યા સાથે કાર્તિક આર્યન ફરી નજરે પડ્યો

કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પત્નિ ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એકબીજા સાથે ડેટ પર છે. હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે. હવે ફરી એકવાર બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા છે. હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે. જો કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. તેની સાથે ફિલ્મ નિર્માતા જુનો ચોપડા પણ હતા. પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે. એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે. એક દિવસ પહેલા પણ જસ્ટીન બીબર ટીશર્ટમાં તે નજરે પડ્યો હતો. જો કે તે એ વખતે ચહેરો છુપાતો દેખાઇ રહ્યો ન હતો. સુત્રોએ કહ્યુ છે કે ફિલ્મમાં તે નવા લુકમાં નજરે પડનાર છે. કાર્તિકે મુછ રાખી છે કે પછી ક્લીન સેવ છે તે બાબત તો આગામી દિવસોમાં જામી શકાશે. કામના મોરચા પર કાર્તિકની ફિલ્મની વાત કરવામાં આવે તો તે હાલમાં લુકા છુપી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે કૃતિ સનુન નજરે પડનાર છે. બીજી બાજુ અનન્યા કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં કામ કરી રહી છે. જેમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે. આ પિલ્મ ૧૦મી મે ૨૦૧૯ના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.

Related posts

ડાયના પેન્ટી લખનૌ સેન્ટ્રલને લઇ વ્યસ્ત

aapnugujarat

તુષાર કપુર ૨૨ વર્ષ પછી પણ કરી રહ્યો છે સ્ટ્રગલ

aapnugujarat

બિગ બોસનું ઘર છોડતા પહેલા બંદગીએ પુનીશ સાથે કર્યું લિપલોક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1