Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

સામાન્ય ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ફરીએકવાર ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે બિનવિવાદાસ્પદ જમીન પરત કરવા અપીલ કરી દીધી છે ત્યારે આજે ભાજપ પ્રમુખ અમિત શાહે ભારતના મન કી બાત કાર્યક્રમમાં ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સરકાર બિનવિવાદાસ્પદ જમીન તેમના મૂળ માલિકોને સોંપીને રામ મંદિર નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ધતા દર્શાવવા માંગે છે. અન્ય પક્ષોના સહકારની માંગણી પણ કરવામાં આવી છે. અમિત શાહે આજે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરાની તૈયારી માટે લોકો પાસેથી સૂચનો મેળવવાની મહાકાય કવાયત શરૂ કરવાની જાહેરાત કરી હતી. અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામથી એક મહિના સુધી ચાલનાર કવાયતની શરૂઆત કરી દીધી હતી જેના ભાગરુપે ભારતીય જનતા પાર્ટી સંકલ્પપત્ર અથવા તો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા દેશભરમાં ૧૦ કરોડ લોકો પાસેથી અભિપ્રાય મેળવશે. આ અભિપ્રાય મેળવી લેવામાં આવ્યા બાદ પાર્ટી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. અમિત શાહે કહ્યું હતું કે, આ કવાયતનો ઉદ્દેશ્ય ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા લોકશાહીરીતે હાથ ધરીને આને વધુ મજબૂત કરવામાં આવશે. આ અસામાન્ય અને નવા પ્રયોગથી લોકશાહી મજબૂત થશે. ન્યુ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા માટે પાર્ટી આગળ વધવા માટે ઇચ્છુક છે. આજે આયોજિત એક કાર્યક્રમમાં અમિત શાહ અને રાજનાથસિંહે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, લોકો કેવા પ્રકારના ભારતનું નિર્માણ કરવા ઇચ્છુક છે અને તેમના સપના શું છે તે જાણીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. પાર્ટી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકોના ઘર ઘર સુધી જશે. ૩૦૦ જેટલા વાહનો દેશભરમાં ફરશે અને ૭૭૦૦ જેટલી પેટીઓ લોકોના અભિપ્રાય જાણવા માટે ૪૦૦૦ વિધાનસભાઓમાં ફરશે. સોશિયલ મિડિયા અને ટેલિફોનિક કોમ્યુનિકેશનનો ઉપયોગ પણ આના માટે કરવામાં આવશે. રાજનાથસિંહ પાર્ટીની સંકલ્પપત્ર કમિટિના અધ્યક્ષ તરીકે છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, દેશમાં આ પહેલા ક્યારે પણ આ પ્રકારની મોટી કવાયત ચૂંટણી ઢંઢેરાને તૈયાર કરવા માટે યોજવામાં આવી નથી. તેમણે એ પણ કહ્યું હતું કે, ભારત વૈશ્વિક તાકાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મોદીના નેતૃત્વમાં દેશની વિશ્વભરમાં નોંધલેવામાં આવી છે.સરકારે હાલમાં જ વચગાળાના બજેટમાં તમામ વર્ગને સંતોષ મળે તે હેતુસર પગલા લીધા છે. ખેડૂતોના સૌથી મોટા શુભેચ્છક તરીકે મોદી ઉભરી આવ્યા હોવાનો દાવો રાજનાથસિંહે કર્યો હતો. રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, મોદી સરકાર પોતાના મનના હિસાબથી દેશને ચલાવતી નથી. પ્રજાના અભિપ્રાય લઇને આગળ વધવા ઇચ્છુક છે. આજકારણસર આ નવા પ્રયોગ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અમિત શાહે કહ્યું હતું કે, અયોધ્યામાં બિનવિવાદાસ્પદ જમીન પરત કરવાના નિર્ણયમાં તમામ લોકો સહકાર કરે તે જરૂરી છે. આ ઐતિહાસિક પગલું સરકારે લીધું છે. વિરોધ પક્ષો કેસ આડે અડચણો ઉભી ન કરે તેમ પણ તેમણે કહ્યું હતું.

Related posts

લોકડાઉનની જાહેરાત થતા દિલ્હીમાં દારૂની દુકાને ભીડ જામી

editor

ગુજરાતમાં આજે ૧૬૪થી વધુ રથયાત્રા નીકળશે

aapnugujarat

हुर्रियत ने मीरवाइज़ उमर फारुक की रिहाई की मांग की

editor

Leave a Comment

UA-96247877-1