Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિટિઝનશીપ બિલ સરકારને પરત લેવું પડશે : મમતા બેનર્જી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકબાજુ સિટીઝનશીપ (સુધારા) બિલને લઇને ટીએમસી ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારને આ બિલને પરત લેવું પડશે. આજે વડાપ્રધાન મોદીએ ટીએમસી પર ફરીવાર પ્રહાર કર્યા હતા. ગઇકાલે બંગાળ યાત્રા દરમિયાન પણ મોદીએ આ બિલને લઇને મમતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નાગરિકતા સુધારા બિલના કારણે મમતા બેનર્જીના પગ નીચેની જમીન નિકળી ગઈ છે. મમતાએ આજે કહ્યું હતું કે, આ બિલનું સમર્થન કરવામાં આવશે નહીં. ગઇકાલે જ મોદીએ બિલને ટેકો આપવા કહ્યું હતું. મમતાએ કહ્યું છે કે, નાગરિકતા બિલને પરત લેવામાં આવે તેવી અમારી ઇચ્છા છે. બંગાળી લોકોને દૂર કરવાની કેન્દ્ર સરકારે યોજના બનાવી છે. નેપાળી અને બિહારી લોકોને પણ બહાર કરવામાં આવશે. આશરે ૨૨ લાખ બંગાળી લોકોના નામ આ લિસ્ટમાં રહેલા છે. અમે તેમને રમખાણ ફેલાવવાની મંજુરી આપીશું નહીં. મોદીએ ગઇકાલે દુર્ગાપૂજાની રેલીમાં કહ્યું હતું કે, મમતા બેનર્જી સરકાર કૌભાંડોની સીબીઆઈ તપાસને લઇને ભયભીત થયેલી છે અને હિંસા ઉપર ઉતરી આવ્યા છે.

Related posts

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાના રથ ઉપર સવાર

aapnugujarat

Kamal Haasan support Rajinikanth’s claim, said- no good leaders left

aapnugujarat

1 MLA, nearly 12 councillors quits TMC joins BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1