Aapnu Gujarat
Uncategorized

ડારી -વિનય મંદિર શાળામાં રજત જ્યંતી સમારોહ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર મા આવેલ ડારી ગામ ખાતે શ્રી વિનય મંદિર શાળા એ સફળતા પૂર્વક 25 વર્ષ પૂર્ણ કરતા  રજત જ્યંતી સમારોહ નો આયોજન કરાયો હતો આ અતિ ભવ્ય સમારોહ મા સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશ ની દરેક સંસ્કૃતિ ને ધ્યાન મા રાખી પંજાબી ભાંગડા. રાજસ્થાની.રાસ.ગુજરાતી ગરબા.હિન્દૂ સંસ્કૃતિ મુજબ મા અંબે ની આરતી અને ફિલ્મી ગીતો. જેવા વિવિધ પ્રકાર ના કાર્યક્રમો નુ આયોજન કરાયું હતુ અને સાથે સાથે આ કાર્યક્રમ મા ભારતીય સેના ના સહિદ જવાનો માટે ખાસ પોગ્રામ નું પણ આયોજન કરાયું હતું અને આજના આદુનિક યુગ મા ભણતર બાળકો અને દેશ માટે ખુબજ જરૂરી છે જેથી શહેર ની સંસ્થા ઓ ને આગળ આવવું જોઈએ અને માધ્યમ  વર્ગ ના લોકો ને સસ્તું ભરતણ મળી રહે તે માટે પ્રયત્ન કરવા જોઈએ અને આ કાર્યક્રમ દરમિયાન શ્રી વિનય મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગમાલ ભાઈ વાળા દ્વારા ડારી રોડ ખાતે 45 વીઘા જમીન મા 25 કરોડ ના ખર્ચે સંકુલ બનાવવા અને સસ્તું શિક્ષણ આપવા જાહેરાત કરેલ હતી આ કાર્યક્રમ મા ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાન આપવા મેડલ અને શિલ્ડ આપેલ હતા આ કાર્યક્રમ મા ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ અધિકારી બિ. એચ. કેલા. /-એ. ડી. આઈ. રાઠોડ સાહેબ શિશુ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ રમેશ ભાઈ ચોપડકર. તાલુકા પંચાયતના પ્રમુક જગમાલ ભાઈ સોલંકી. રાજા ભાઈ વાળા. રાજસી ભાઈ સોલંકી..ડારી ના પૂર્વ સરપંચ જમાલ ભાઈ મુસાની. સમસ્ત પટની .. મુસ્લિમ સમાજ ના યુવા નેતા અફઝલ સાહેબ.. જૂનાગઢ સિગ્મા સ્કૂલ ના પ્રમુખ જીતુ ભાઈ બામરોટિયા..ભાલપરા  આહીર સમાજ ના અગ્રણી વિક્રમ ભાઈ દક્ષ.. દીનું ભાઈ સોલંકી.. મનસુખભાઈ ધારેચા..ગની ભાઈ નગત. શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ ના પરાગ ભાઈ ચારિયા.. આઝાદ સ્કૂલ ના.આચાર્ય પ્રતાપ ભાઈ પરમાર.. .. કિડરવા થી સામંત ભાઈ પરમાર.. પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ.રામસીભાઈ રામ ડારી સ્કૂલ ના સંચાલકો  સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

મોડાસાના વીર જવાન સાવન કુમાર પરમારની અંતિમયાત્રા

editor

મોર ના ઈંડા ચીતરવા ના પડે તે કહેવત પુરવાર કરતી મુસડીયા ફેનલ

editor

તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ભાવનગરના પોલીસ કર્મીઓના ઘરે જઈને મુખ્યમંત્રીશ્રીનો શોક સંદેશો પાઠવતા શિક્ષણ મંત્રી

editor

Leave a Comment

UA-96247877-1