Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં હિન્દુ મંદિરમાં કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરાતા રોષ

અમેરિકામાં હેટ ક્રાઇમની ઘટના ફરી એક વાર સામે આવી છે. કેન્ટકી રાજ્યમાં અજાણ્યા શખ્સોએ એક હિન્દુ મંદિરને તોડી પાડ્યું છે. તેમણે મૂર્તિઓ પર કાળા રંગ લગાવી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા શખ્સોએ મંદિરમાં રાખેલા સામાનને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના રવિવારે રાત્રે અને મંગળવારે સવારે લુઇવિલે શહેરના સ્વામીનારાયણ મંદિરમાં બની હતી. મંદિરમાં તોડફોડ બાદ અમેરિકામાં વસવાટ કરી રહેલા હિન્દુ સમુદાયના લોકોમાં આ અંગે નારાજગી છે.
સ્થાનિક મીડિયાના મુજબ, અજાણ્યા શખ્સોએ મંદિરની બારીઓને પણ તોડી નાંખી હતી અને ત્યાં રાખેલા સામાનને પણ ફેંકી દીધો હતો. મંદિરની દિવાલ પર ઉશ્કેરીજનક સંદેશા લખ્યા હતા. આ સિવાય મંદિરની અંદર ખુરશીમાં છરી મારવામાં આવી હતી.
લુઇવિલે શહેરમાં મેયર ગ્રેગ ફિશરે આ ઘટના અંગે નિંદા વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને દોષીતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મેયરે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. લુઇવિલે મેટ્રો પોલીસ વિભાગના પ્રમુખ સ્ટીવ કોનરાડે જણાવ્યું હતું કે, મંદિરને સુરક્ષા આપવામાં આવશે. તેમણે હિન્દુ સમુદાયના લોકોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, આ બર્બરતા કરનારની વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે. જેણે પણ કૃત્ય કર્યું છે તેની શોધ કરવામાં આવી રહી છે. સ્વામીનારાયણ મંદિરના રાજ પેટલે જણાવ્યું હતું કે,તમે કોઇપણ ધર્મ પાળતા હોય, આ કૃત્ય ન થવું જોઇએ.

Related posts

ભારતીય આઇટી કંપનીઓને આકર્ષવા અમેરિકામાં ઈન્સેન્ટિવની ઓફર

aapnugujarat

બાંગલાદેશમા રેફ્યુજી કેમ્પમાં આગ લાગી

editor

ताजा मिसाइल प्रक्षेपण US व द.कोरिया को चेतावनी : किम जोंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1