Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં પાણીની અછતને નિવારવા સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

રાજ્યમાં પાણીની અછતની રાવ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. ડેમમાં પાણીની સ્થિતિ મામલે સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વરસાદ ઓછો પડવાથી જળાશયોમાં પાણી નથી આવ્યું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નવું પાણી નથી આવ્યું. ૩૦ જુલાઈ સુધી પાણીની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે રૂપાણીએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા, નર્મદા વિભાગ, સિંચાઈનું કોર્ડિનેશન કરી કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વરસાદની ઘટ થતા ગુજરાતમાને પાણી માટે શિયાળામાં પણ તરસે મરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં ડેમમાં જળસંગ્રહના આંકડા જોતા ઉનાળો કપરો બની શકે છે.
રાજ્યના મોટાભાગના ડેમના તળિયા દેખાઇ રહ્યા છે. ૭૪ ડેમ સૂકાભઠ્ઠ જોવા મળ્યા છે. હાલમાં પણ છેવાડાના ગામોમાં પીવાનુ પાણી કે સિંચાઇના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. જેથી સરકારે હવે માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેથી આગામી સમયમાં પાણીની તંગી નિવારી શકાય.

Related posts

મ્યુનિ. હેલ્થ ફ્લાઈંગ પાસે સ્ટાફની અછત છ ૬૫ લાખની વસ્તી સામે ફુડ સેમ્પલ માટે ૨૮નો જ સ્ટાફ

aapnugujarat

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સાંગણપુરથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાવ્યો

aapnugujarat

બિટકોઈન કેસ : નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરી દેવા કોર્ટ પાસે માંગેલી મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1