Aapnu Gujarat
ગુજરાત

વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતાં છ પકડાતાં ચકચાર

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરૂકુળ રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી દારૂની મહેફિલ માણતાં છ યુવક-યુવતીઓને ઝડપી લીધા હતા. દારૂની મહેફિલ માણતાં પકડાયેલા યુવક-યુવતીઓએ પોલીસના દરોડા બાદ તેમના મોંઢા શરમના માર્યા ઢાંકી દીધા હતા. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પકડાયેલી યુવતીઓ ફેશન ડિઝાઇનીંગ સહિતનો અભ્યાસ કરતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના દરોડા દરમ્યાન અન્ય સાત યુવકો પણ એપાર્ટમેન્ટમાંથી પકડાયા હતા. જો કે, તેઓએ દારૂ પીધો નહી હોવાથી પોલીસે તેઓને મુકત કરી દીધા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વસ્ત્રાપુર પોલીસે આજે ચોક્કસ બાતમીના આધારે, ગુરૂકુળ રોડ પર આવેલા યશપ્રભા એપાર્ટમેન્ટમાંથી દારૂની મેહફિલ માણતા કોલેજીયનો એવા ચાર યુવતી અને બે યુવકોને ઝડપી લીધા હતા જેમાં કુમેલ આલમ( ઉ.વ.૨૧)(રહે.યશપ્રભા એપાર્ટમેન્ટ, મેમનગર), રાજાપ્રતાપસિંહ (૨૮) (રહે. સહજાનંદ એપાર્ટમેન્ટ, ગુરૂકુળ રોડ), ધ્રુવી નાગોરી (ઉ.વ.૨૦)(ગોકુલ કોમ્પ્લેક્સ, ગુરૂકુળ), મહિમા આહુજા (ઉ.વ.૨૦)(રહે.ગોકુલ એપાર્ટમેન્ટ, મેમનગર), સીમોની ગુપ્તા (ઉ.વ.૧૮)(રહે.ભગીરથ સિટી હોમ્સ, નારોલ) અને પ્રકૃતિ ત્રિપાઠી (ઉ.વ.૧૯) (રહે.ગોકુલ કોમ્પલેક્સ, ગુરૂકુળ)નો સમાવેશ થાય છે. પોલીસે આ છએ યુવક-યુવતીઓ વિરૂદ્ધ દારૂ પીવા બાબતે કેસ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હાલનું યુવાધન દારૂ અને નશાના રવાડે ચડી બિન્દાસ્ત રીતે જિંદગીનો કિંમતી સમય આ રીતે બરબાદ કરી વેડફી રહ્યા હોવા બાબતે નાગરિકોમાં ચર્ચા ચાલી હતી. પોલીસે એપાર્ટમેન્ટમાંથી અન્ય સાત યુવકોને પણ ઝડપ્યા હતા. જો કે, તેઓએ દારૂ કે અન્ય કોઇ નશો કર્યા નહી હોવાથી પોલીસે તેઓને ત્યાંથી જવા દીધા હતા.

Related posts

કડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી

aapnugujarat

ગુજરાતમાં ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવાનાં કામનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રીમાંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1