Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવાનાં કામનું ખાતમુહુર્ત કરતા કેન્દ્રીય મંત્રીમાંડવિયા

પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશસહ ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકસાવવાનાં કામનું ખાતમુહુર્ત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ કરેલ હતું.

દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦ મીટર ઉંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે ૪૦ મીટર ઉચાઈની દીવાદાંડી આવેલ છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહીં આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઇ શકે તે હેતુથી આ દીવાદાંડીઓને  પ્રવાસન હેતુથી વિકસવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરેલ છે.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા એ જણાવેલ કે, યોગ્ય વ્યવસ્થા ઉભી કરી દેશની જાહેર સંપતિની જાળવણી અને શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. દીવાદાંડીમાં પ્રવાસન હેતુનો ઉમેરો થવાથી પ્રવાસીઓ ઉપરાંત વિદ્યાર્થી તથા જિજ્ઞાસુ લોકો દીવાદાંડીનાં ઉપયોગ તથા તેની કાર્યપધ્ધતિથી  વાકેફ થશે.

આ દીવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે  કિઓસ્ક, મેરીટાઇમ અને સ્થાનિક ઇતિહાસ દર્શાવતા LED, ફાઉન્ટેન,  દરિયાકાંઠે વોક- િયાકાંઠે વોક ોને નાણાકીય સહાય, td,વે, લેન્ડસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરીને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે.

આ દીવાદાંડી મરીન નેવિગેશન સિસ્ટમને મદદરૂપ થશે જ સાથે સાથે ટૂરિઝમ માટેનો પણ હેતુ હોઈ, પેનોરેમીક ગેલેરી તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પ્રસંગે સાંસદશ્રી ડૉ. ભારતીબેન શિયાળ, ભારત સરકારના સંયુક્ત સચિવ શ્રી લુકાસ એલ. કામસુઆન, દીપસ્તંભ અને દીપ મહાનિદેશક શ્રી ડી. કે. સિંહા,  જીલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહીત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૭ દુકાનો, ૧૦ પાર્ટી પ્લોટની કચેરી તોડાઈ

aapnugujarat

ઝીકા વાયરસ મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ કરાઈ

aapnugujarat

ત્રણ દીવાદાંડી, અલંગ શીપ બ્રેકિંગને વિકસાવવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1