Aapnu Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું : જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન

ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાની વાણી પરથી કાબુ ગુમાવી રહ્યાં છે. રાહુલ ગાંધી અંગે જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. વાઘાણીએ નિમ્ન કક્ષાએ જઇ કહ્યું હતુ કે રાહુલ ગાંધીને જન્માયા ત્યારથી કમાન્ડોનો પહેરો છે. તેમજ દૂધ પીતી વખતે જે થયું તે ખરૂં તેવું ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સંબોધનમાં નિવેદન આપ્યું છે.
રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનને સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દુધ પીધું હશે. વાઘાણીના નિવેદનથી કોંગ્રેસે ટીકા કરી વિરોધ નોંધાવ્યો હતો.રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્ચર્યજનક ટિપ્પણીઓ કરી હતી.જેમાં વાઘાણીએ જણાવ્યું કે રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જન્માયા હતા. વધુમાં વાઘાણીએ કહ્યું કે દૂધ પીતી વખતે થાય તે ખરુ, આપણે જોવા નથી ગયા. આટલાથી ન અટકતા વાઘાણીએ કહ્યું કે રાહુલે કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું છે તેવું નિવેદન આપતા ચોમેરથી તેમના પર ટીકાઓ થઇ રહી છે.

Related posts

કાર ચોરી કરતા આરોપી સહિત બેની ધરપકડ થઇ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જોરદાર સપાટો બોલાવ્યો

aapnugujarat

कालुपूर सहित के रेलवे स्टेशन पर थेपला – ढोकला मिलेगा

aapnugujarat

લોક રક્ષક દળ ની પરીક્ષા માટે તમામ ઉમેદવારો માટે એસટી બસો માં ફ્રી મુસાફરી તથા એક્સ્ટ્રા બસો ફાળવવા ઉના કોળી સમાજના પ્રમુખ રસિક ચાવડા ની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1