Aapnu Gujarat
ગુજરાત

કાર ચોરી કરતા આરોપી સહિત બેની ધરપકડ થઇ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જોરદાર સપાટો બોલાવ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે પેટ્રોલીંગ સમયે શહેરમા કાર ચોરીમાં રીઢા મનાતા એવા આરોપી સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરીને ૧૨ જેટલા વણઉકલ્યા ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.આ સાથે જ ઘરફોડ ચોરીમાં ચોરી કરાયેલા દાગીના,એલઈડી ટીવી,સહિત સુમો અને અન્ય ગાડીઓ મળીને કુલ રૂપિયા ૬.૩૯ લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.જે.જાડેજા તેમના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા એ સમયે મળેલી બાતમીના આધારે બહેરામપુરા ચોકી ત્રણ રસ્તા પાસેથી ઈરફાન આદમભાઈ ઘાંચી,ઉં.વર્ષ-૩૫,રહે,સફાન પાર્ક,કેનાલ પાસે,ફતેવાડી,સરખેજ અને ચંદ્રેશ ઉર્ફે ચંદુ ચીનુભાઈ પંડયા,ઉં.વર્ષ-૩૭,રહે,પીએન્ડ ટી કોલોની મણિનગરની ધરપકડ કરી તેમની પાસેથી ઘરફોડ ચોરીના એલઈડી ટીવી,મોબાઈલ ફોન તથા ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી ટાટા સુમો મળી કુલ ૯૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો.આ ઉપરાંત આરોપીઓની વધુ તપાસમાં તેમની પાસેથી રૂપિયા ૯૮,૯૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ ઈરફાને ચોરી કરેલી કાર પૈકી તુફાન કિંમત રૂપિયા ૩ લાખ,ઈન્ડિકા કિંમત રૂપિયા ૫૦,૦૦૦,તથા મારૂતીવાન કિંમત રૂપિયા ૧ લાખ મળી કુલ રૂપિયા ૬.૩૯ લાખની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપીઓ પૈકી ઈરફાને તેના સાગરીત ઈશાક સાથે મળીને અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોડીરાત્રીના તુફાન,મારૂતીવાન,ઈન્ડિકા,ફ્રન્ટી,બોલેરો પીકપ જેવી કારની ચોરી કરતો હતો અને પોતે કેટલીક કાર ભંગારના ભાવમાં ખરીદ કરીને તેને કબાડી માર્કેટમાં વેચી દેતો હતો.આ જુની ગાડીઓના આરટીઓ નંબર અને ચેસીસ નંબર બદલી નાંખી ચોરી કરેલી ગાડીો ઉંચાભાવ સાથે ગ્રાહકોને વેચી દેતો હતો.
જે ગાડીઓનું સેન્ટ્રલ લોક ન હોય એવી કારની ચોરી વધુ કરતા હતા ત્રણ માસ અગાઉ ચંદ્રેશ પંડયાને ઈરફાન મળ્યો હતો જયાં ઈરફાને તેને કોઈ બંધ મકાન હોય તો બતાવવા કહી તેની આર્થિક સંકડામણ દુર થઈ જશે તેમ કહી લાલચ આપતા ચંદ્રેશ પંડ્યાએ પોતાના ઘર પાસેનુ બંધ મકાન બતાવતા ઈરફાને આ બંધ મકાનમાંથી એલઈડી ચીવી અને મોબાઈલની ચોરી કરી હતી.આ આરોપીઓની સામે શહેરના મણિનગર,વટવા જીઆઈડીસી, નારણપુરા,પાલડી,ઈસનપુર તથા કૃષ્ણનગર વિસ્તારોમાંથી કાર ચોરી કરવાના ગુનાઓ નોંધાયેલા છે.

Related posts

गुजरात चैम्बर चुनाव का परिणाम घोषित कर दिया गया

aapnugujarat

वरुण धवन से मिलने के लिए सूरत से भागी लड़की

aapnugujarat

गुजरात में इस बार १५४ नरेंद्र मोदी वोट करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1