Aapnu Gujarat
ગુજરાત

રંગારંગ કાર્યક્રમ વચ્ચે કાંકરિયા કાર્નિવલનો ભવ્ય શુભારંભ થયો

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ઔતિહાસિક એવા કાંકરીયા તળાવના કિનારે સતત દસમાં વર્ષે આજે સાંજે સાત દિવસ માટે ચાલનારા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધીવત આરંભ કરાવવામાં આવ્યો તે સમયે કાંકરીયા ખાતે પહેલા દિવસે જ જનમેદની ઉમટી પડી હતી. કાર્નિવાલનુ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારે મુખ્યપ્રધાન ઉપરાંત શહેરના મેયર ગૌતમ શાહ , ડેપ્યુટી મેટર અને કમીશરનર સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સમયે રાજ્યના મુખ્યમંત્રી હતા.તે સમયે વર્ષ-૨૦૦૯ના વર્ષથી કાંકરીયા લેક ખાતે ૨૫થી ૩૧ ડીસેમ્બર સુધી સાત દિવસ સુધી વિવિધ કલાકારો દ્વારા અને સંસ્થાઓ દ્વારા લોકોને મનોરંજન પુરુ પાડવાની સાથે કેટલીક લોક ઉપયોગી પ્રવૃત્તિ સાથેના પણ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે.આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સાત દિવસ સુધી ચાલનારા રંગારંગ કાર્નિવલ દરમ્યાન અનેક વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમો રજુ કરવામાં આવનાર છે.આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ વાનગીઓને આવરી લેતા ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કાર્નિવલ દરમ્યાન નાણાંની ચુકવણી અને જરૂરીયાતને પહોંચી વળવા જુદી જુદી બેંકો દ્વારા મોબાઈલ એટીએમ ,અનેક પોઈન્ટ ઓફ સેલ મશીન,સાથે ક્રેડીટ કાર્ડ,ડેબીટકાર્ડ,પ્રિપેઈડ કાર્ડ,તથા ઈ-વોલેટ(પેટીએમ,ફ્રી-ચાર્જ વગેરે દ્વારા નાણાં સ્વીકારવા માટે અનેક સ્થળોએ સુવિધા ઉભી કરવામાં આવી છે.સાથે જ લેકફ્રન્ટમાં એકટિવીટીઝ માટે ડીજીટલ માધ્યમથી નાણા ચુકવવામાં આવશે તો ટી રીબેટ આપવામાં આવશે. દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકો આ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે.આ સાત દિવસ દરમ્યાન મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.કાર્નિવલમાં રોક બેન્ડ,ગુજરાતી–હીન્દી પ્લેબેક સંગીત ઉપરાંત આતશબાજી,થીમ લાઈટીંગ,લેસર-શો જેવા કાર્યક્રમોનું આયોજન કરરવામાં આવે છે.પ્રગતિશીલ ગુજરાત તથા સ્માર્ટ અમદાવાદના થીમ સાથે તૈયાર કરવામાં આવેલો મલ્ટીકલર લેસર શો આ વખતનું આકર્ષણ બની રહેશેગુજરાતના ગરબા ઉપરાંત રાજસ્થાનના તેરા તાલ,અને ધુમ્મર,પંજાબનું ગીધા અને ભાંગડા,પશ્ચિમ બંગાલનું દુર્ગા નૃત્ય પણ હાજર રહેનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હેરીટેજ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ આ વખતે કાંકરીયા ખાતે યોજાનારા કાર્નિવલનું એ દ્રષ્ટિએ પણ મહત્વ ઘણું વધી જાય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની મુખ્ય તમામ એન્ટ્રીઓ ઉપર અમદાવાદ શહેરમાં એક સમયે પ્રવેશવાના દરવાજાઓની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરી તેની ઓળખ મુલાકાતીઓને આપવાનો પ્રયાસ કરવામા ંઆવ્યો છે. આ સાથે જ અમે અમદાવાદી એ શિર્ષક ઉપર તૈયાર કરવામાં આવેલું ૭૦ મિનીટનું પ્રેઝન્ટેશન એ આ કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેમકે આ પ્રેઝન્ટેશનમાં ઓડિયો અને વિડિયો એમ બંને પ્રકારની અમદાવાદ શહેરને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી છે.આ પ્રેઝન્ટેશનમાં કુલ મળીને ૧૨૫ જેટલા કલાકારો દ્વારા તેમનું પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત ૨૯ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં કાંકરીયા નગીનાવાડી અને ફૂટબોલ ગ્રાઉન્ડ એમ બે સ્થળોએ એરો મોડેલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ખાસ શો લોકો સમક્ષ કરવામાં આવનાર છે જેમાં હેલીકોપ્ટર,ગ્લાઈડર,પાવર એરોપ્લેન,વગેરેની મદદથી હેરતઅંગેઝ પ્રદર્શન પણ કરવામાં આવનાર છે.શહેરમાં આ વર્ષે સૌ પ્રથમ વખત ભદ્રપ્લાઝા અને રીવરફ્રંટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ગીત,ગઝલ અને સુફી સંગીત જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.

Related posts

વાવ બેઠક ઉપરથી સભા સંબોધ્યાબાદ શંકર ચૌધરીએ ભર્યું ઉમેદવારી ફોર્મ

aapnugujarat

स्टैच्यू ऑफ यूनिटी से सी प्लेन सेवा फिरे से शुरू

editor

दो युवा दोस्तों के एक साथ आत्महत्या से परिवार स्तब्ध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1