Aapnu Gujarat
મનોરંજન

‘મણિકર્ણિકા’ કમાણીની બાબતમાં ‘ઠાકરે’થી આગળ રહી

આ શુક્રવારે બોક્સ ઓફિસ પર કંગના રાનોટની ફિલ્મ ’મણિકર્ણિકા’ અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ’ઠાકરે’ રીલિઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે ’ઠાકરે’ની શરૂઆત ધીમી રહી હતી. જ્યારે ’મણિકર્ણિકા’ શુક્રવાર અને શનિવાર બન્ને દિવસે કમાણીની બાબતમાં ’ઠાકરે’થી આગળ રહી છે.
રીલિઝ પહેલાં વિવાદોમાં રહેલી કંગનાની ફિલ્મ ’મણિકર્ણિકા’એ પહેલાં દિવસે ૮.૭૫ કરોડ અને બીજા દિવસે શનિવારે ૧૮.૧૦ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું બે દિવસનું કુલ કલેક્શન ૨૬.૮૫ કરોડ નોંધાયું હતું. ઉપરાંત ફિલ્મને રવિવારની રજાનો લાભ મળી શકે છે. જેમાં ફિલ્મના કલેક્શનમાં ઉછાળ જોવા મળી શકે છે.
બીજી બાજુ, નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ’ઠાકરે’ની વાત કરીએ તો તેને પહેલાં દિવસે ધીમી શરૂઆત મળી હતી. ફિલ્મે શુક્રવારે ૬ કરોડ અને શનિવારે ૮.૫૦ કરોડની કમાણી કરી હતી. ૧૩૦૦ સ્ક્રીન પર રીલિઝ થયેલી આ ફિલ્મનું બજેટ લગભગ ૨૦ કરોડ હોવાનું કહેવાય છે.જ્યારે કંગનાની ફિલ્મ ’મણિકર્ણિકા’ ૩૦૦૦ સ્ક્રીન પર રીલિઝ થઇ હતી.
જ્યારે ફિલ્મનું બજેટ ૧૨૦ કરોડ હોવાનું ચર્ચાય છે. કંગના, નવાઝુદ્દીનની ’ઠાકરે’ને ટક્કર આપતી જણાય છે. પરંતુ બન્ને ફિલ્મને રવિવારની રજાનો લાભ મળશે. જોકે, સોમવારે આંકડા સામે આવશે કે બન્ને ફિલ્મ માટે પહેલું વીકએન્ડ કેવું રહ્યું.

Related posts

રિચા ચઢ્ઢાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓની ગંદી હરકતોનો પર્દાફાશ કર્યો

editor

‘રાધે’ કોઈ પણ કટ વગર ૧૩મેએ થિયેટરમાં રિલીઝ થશે

editor

एक प्राचीन कलरीपायट्टु शैली प्राण पंच करते दिखे विद्युत जामवाल

editor

Leave a Comment

UA-96247877-1