Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૧૦ પરિબળ શેરબજારની દિશા નક્કી કરશે

કોટક મહિન્દ્રા, આઈટીસી, યશ બેંક, મારુતિ સુઝુકી સહિત હેવીવેઇટ શેરોના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અને અન્ય જુદા જુદા પરિબળોની અસર શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જોવા મળશે. અનેક પરિબળો એવા છે જે દલાલસ્ટ્રીટમાં બજારની દિશા નક્કી કરશે. ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જોવા મળશે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સરકારે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા ત્રણ મહિના માટે આ બજેટ રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રામીણ અને કૃષિ આધારિત સેક્ટરોમાં રાહતના ઇરાદાથી બજેટમાં સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસો થઇ શકે છે. કૃષિ પડકારોનો સામનો કરી રહેલા સમાજના સૌથી મોટા વર્ગને સંતુષ્ટ કરવાના ઇરાદાથી એનડીએ સરકાર આ બજેટમાં ખેડૂતો માટે પણ કોઇ નવી પહેલ કરી શકે છે. ખેડૂતોને ખુશ કરવાની સરકાર પાસે આ છેલ્લી તક છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને ફરીવાર તોડે તેવા સંકેત છે. ઉથલપાથલ અકબંધ રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૩૬૧ પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં ૧૨૬ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આગામી સપ્તાહમાં ઉથલપાથલ રહેવાના સંકેત છે કારણ કે માર્કેટમાં વોટ ઓન એકાઉન્ટ અને ફ્યુચર એન્ડ ઓપ્શનની જાન્યુઆરી સિરિઝની પૂર્ણાહૂતિની અસર પણ જોવા મળશે. બજેટને લઇને વધારે ચર્ચા છેડાઈ ગઈ છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા જારી કરવામાં આવશે. એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, એચસીએલ ટેકનોલોજી, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની અનેક મોટી કંપનીઓના ત્રીજી ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ આંકડા માર્કેટના મૂડને વધારવામાં અને ઘટાડવામાં ભૂમિકા અદા કરી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક તેની પ્રથમ નાણાંકિય પોલિસી બેઠક યોજાનાર છે. ૨૯ અને ૩૦મી જાન્યુઆરીના દિવસે આ બેઠક યોજવામાં આવનાર છે. વિશ્વભરના બજારો આના પર નજર રાખી રહ્યા છે. ફેડરલ રેટની વ્યવસ્થા ખુબ અસરકારક જોવા મળી શકે છે. આ ઉપરાંત માઇક્રોમીટર ઉપર પણ નજર રહેશે. ફિસ્કલ ડેફિસિટના આંકડા અને ડિસેમ્બર મહિના માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડા ગુરુવારે જારી કરાશે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાનો આગામી તબક્કો ગુરુવારે યોજાશે. માર્કેટને આશા છે કે, બંને દેશો વચ્ચે સાનુકુળ ઉકેલ આવી જશે. ક્રૂડ ઓઇલની કિંમતો શુક્રવારના દિવસે વધી ગઈ હતી. વેનેઝુએલામાં રાજકીય અંધાધૂંધી માર્કેટમાં સપ્લાયને લઇને ટાઇટ સ્થિતિ વચ્ચે વધી શકે છે. ટેકનિકલ આઉટલુક સહિતના અન્ય પાસાઓ પણ ધ્યાન દોરી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉથલપાથલની સીધી અસર ભારત ઉપર પણ થઇ શકે છે. લેટિન અમેરિકન દેશમાં રાજકીય મડાગાંઠના લીધે ઓઇલ સપ્લાય પર અસર થશે જેથી ક્રૂડની કિંમતો વધશે.

Related posts

राजनांदगांव पुलिस मुठभेड़ में 7 नक्सली ढेर

aapnugujarat

Apple फिर से अपने कुछ अमेरिकी स्टोर्स को करेगा बंद

editor

अखिलेश को मनाने के लिए कांग्रेस ने बढ़ाया हाथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1