Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા જાન્યુઆરીમાં ૬૦૦૦ કરોડ ખેંચાયા

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે.
નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી. જો કે, સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં ૧૬૩ કરોડ રૂપિયા રોકી દીધા હતા. રોકાણકારો હાલમાં વૈશ્વિક પરિબળો અને આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઇનેસાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે.
જીઓજીત ફાઈનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના કહેવા મુજબ ચૂંટણી સુધી વિદેશી રોકાણકારો કોઇ મોટો જોખમ લેવા માટે હવે તૈયાર થશે નહીં જેથી મૂડી પ્રવાહ પરત ખેંચવાનો સિલસિલો જારી રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે, આગામી બજેટ, આર્થિક મોરચા પરની પ્રગતિ અને સામાન્ય ચૂંટણી ઉપર વિદેશી રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરશે. ક્રૂડની કિંમતો અને કરન્સીની સ્થિતિને પણ હાલમાં ધ્યાનમાં લેવાશે. શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે કારોબારી સેશનમાં વિદેશી રોકાણકારો સાવચેતીપૂર્વકનુ વલણ અપનાવી રહ્યા છે. એફપીઆઈ દ્વારા સતત નાણાં ઠાલવામાં આવ્યા બાદ હવે ઇક્વિટી માર્કેટમાંથી નવ સેશનમાં જંગી નાણાં પરત ખેંચાયા હતા. ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ભારતીય બજારમાંથી ૮૩૧૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જેમાં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ અને ડેબ્ટ બજારમાંથી ૪૯૫૯૩ કરોડનો સમાવેશ થાય છે. ૨૦૦૨ બાદથી વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ ભારતીય મૂડી માર્કેટ માટે આ સૌથી નિરાશાજનક વર્ષ રહ્યું છે. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં રિકવરી બાદ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી.

Related posts

નીતિન ગડકરીએ જણાવ્યું, દેશ પર આવ્યું આર્થિક કટોકટીનું સંકટ

aapnugujarat

CM नीतीश का अधिकारियों को अल्टीमेटम- 2020 तक हर घर में लगे प्रीपेड मीटर

aapnugujarat

Dust storms with rains and lightning lashes UP, 17 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1