Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હુડાના આવાસ ઉપર દરોડા

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાના રોહતક સ્થિત આવાસ પર આજે સીબીઆઇની ટીમે વ્યાપક દરોડા પાડતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. દરોડાની કાર્યવાહી વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી અને કલાકો સુધી ચાલી હતી.
સીબીઆઈની ટુકડીએ સાવધાનીપૂર્વક ચકાસણીનો દોર ચલાવ્યો હતો. સુત્રોએ કહ્યુ હતુ કે વ્યાપક દરોડાની કાર્યવાહી મોડે સુધી ચાલી હતી. દરોડા પાડવામાં આવ્યા ત્યારે હુડ્ડા આવાસ પર જ હતા. સીબીઆઇની ટીમે કોઇને અંદર અથવા તો બહાર જવાની તક આપી ન હતી. સીબીઆઇની ટીમે આજે સવારે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં એક સાથે ૩૦થી વધારે સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇની ટીમે વર્ષ ૨૦૦૫માં એસોસિએટ્‌સ જર્નલ લિમિટેડને ખોટી રીતે જમીન ફાળવવાના મામલે આ દરોડા પાડ્યા હતા. દરમિયાન સીબીઆઇ દ્વારા હુડ્ડાની સામે એક અન્ય કેસ પણ દાખલ કરી લીધો છે. સીબીઆઇની ટીમે ભુપેન્દ્રસિંહ હુડ્ડા, વરિષ્ઠ કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા અને એજેએલની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. હાલમાં જ હરિયાણાના રાજ્યપાલ નારાયણ આર્યે દ્વારા ચર્ચાસ્પદ એજેએલના મામલામાં સીબીઆઇને હુડ્ડાની સામે કાર્યવાહી કરવાની મંજુરી આપી દીધી હતી. પૂર્વ મુખ્યપ્રધાન પર એજેએલને તેના અખબાર માટે પંચકુલામાં નિયમોનો ભંગ કરીને જમીનની ફાળવણી કરી હત. વર્તમાન ભાજપ સરકારે વર્ષ ૨૦૧૬માં આ મામલો સીબીઆઇને તપાસ માટે સોંપી દીધો હતો. ભાજપે સત્તામાં આવતા પહેલા હરિયાણામાં હુડ્ડાનો આ મામલો ચૂંટણમાં મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. સાથે સાથે સત્તા મળતાની સાથે જ તપાસનો સિલિસિલો શરૂ કરવામાં આવ્યો હતો.
આજે સવારે સીબીઆઇની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોમાં પણ સોંપો પડી ગયો હતો. હુડ્ડા તરફથી હજુ સુધી કાર્યવાહી મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તત્કાલિન હરિયાણા સરકાર તરફથી ૨૦૦૯માં ગુડગાંવમાં કરવામાં આવેલા ૧૪૧૭ એકર જમીનના અધિગ્રહણમાં જોરદાર ગેરરીતિ આચરવામાં આવી હતી. સીબીઆઈએ હુડાની સામે હવે સકંજો મજબૂત કર્યો છે. હુડાની સામે કાયદાકીય કાર્યવાહીનો દોર જારી રહે તેવી શક્યતા છે.
ભાજપે હરિયાણામાં સરકાર બનાવ્યા બાદ હુડાની મુશ્કેલી વધી રહી છે. ૨૦૧૬માં ભાજપ સરકારે વિજિલન્સ વિભાગને તપાસ સોંપી હતી. હરિયાણા શહેરી વિકાસ સત્તાની ફરિયાદ ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રી આના માટે ટાર્ગેટ બન્યા કે મુખ્યમંત્રી શહેરી વિકાસ સત્તાના અધ્યક્ષ તરીકે હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડાની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. જમીન ફાળવણીમાં જોરદાર રમત કરવામાં આવી હતી અને ગેરરીતિ આચરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ ૨૮મી ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે હોદ્દાનો દુરુપયોગ કરીને એજેએલને પંચકુલામાં જમીનની ફાળવણી કરી હતી. આ જમીન એજેએલને ૩૦મી ઓગસ્ટ ૧૯૮૨ના દિવસે ફાળવવામાં આવી હતી. શરત એવી મુકવામાં આવી હતી કે કંપની છ મહિનાની અંદર જમીન ઉપર નિર્માણ કામ હાથ ધરશે પરંતુ આવું બની શક્યું ન હતું. ૩૦મી ઓક્ટોબર ૧૯૯૨ના દિવસે પંચકુલાના અધિકારીએ જમીન રિઝ્‌યુમ કરી લીધી હતી. સાથે સાથે ૧૦ ટકા રકમમાં કાપ કરીને બાકી રકમ ૧૦મી નવેમ્બર ૧૯૯૫ના દિવસે પરત સોંપી દીધી હતી. આનો એજેએલ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. મહેસુલી વિભાગ પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહીં પણ એજેએલને કોઇ રાહત મળી ન હતી. એજેએલને વર્ષ ૨૦૦૫માં હુડાના ગાળામાં મોટી રાહત એ વખતે મળી ગઈ હતી જ્યારે હરિયાણા શહેરી વિકાસ સત્તાના વડા તરીકે હોવાના લીધે હૂડાએ એજેએલને આ જમીન ફરીથી ફાળવવા માટેનો તખ્તો ગોઠવ્યો હતો.
એમ કહેવામાં આવે છે કે, તત્કાલિન મુખ્ય વહીવટીતંત્ર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, જુની કિંમત ઉપર જમીનને ફાળવણી કરવાની બાબત શક્ય ન હતી છતાં ૨૮મી ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે પંચકુલાની જમીન ૧૯૮૨ના દર પર એજેએલને આપવામાં આવી હતી. આને લઇને ગેરરીતિ પણ થઇ હતી. જમીનની ફાળવણીને લઇને રમત ચાલી રહી છે.

Related posts

असम में बारिश और बाढ़ से जुड़ी घटनाओं में तीन लोगों की मौत

aapnugujarat

India will benefit from trade agreement between US-China : Experts

aapnugujarat

आधार कार्ड से भी अब आईटीआर फाइल कर सकते हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1