Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ માટે તખ્તો ગોઠવાયો

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીન બીજી મેચ આવતીકાલે માઉન્ટ ખાતે રમાનાર છે. નેપિયર ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ માઉન્ટ ખાતેની બીજી મેચ જીતીને નિર્ણાયક લીડ મેળવી લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચી ચુકી છે. હવે ન્યુઝીલેન્ડમાં શ્રેણી જીત મેળવી લેવા માટે ટીમે ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. બંને ટીમોના બેટ્‌સમેનો અને બોલર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. શ્રેણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી ૨-૧થી જીતીને ન્યૂઝીલેન્ડમાં એન્ટ્રી કરી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. નેપિયર મેચ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી વન ડે મેચ ૧૯મી જૂન ૨૦૧૪ના દિવસે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૬૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ન્યૂઝીલેન્ડે આ મેચ ૨૪ રની જીતી લીધી હતી. તે વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ધોની અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મેક્કુલમ હતા. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ મેદાન ઉપર પણ અગાઉ સદી ફટકારી હતી. ૨૦૧૪માં ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૩ રનની ઈનિંગ્સ રમી હતી. ઉપરાંત ઉપરાંત ભારત માટે વિરેન્દ્ર સહેવાગે ૨૦૦૨માં આજ મેદાન ઉપર ૧૦૮ રનની ઈનિંગ્સ રમી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પણ જોરદાર ફોર્મમાં છે. ગુપ્ટિલ, રોષ ટેલર જેવા બેટ્‌સમેનોથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે.અત્રે નોંધનીય છે કે નેપિયરના મેદાન ઉપર રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ભારતે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ૮૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૧૫૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી જેના જવાબમાં ભારતીય ટીમ બે વિકેટે ૧૫૬ રન કરીને આ મેચ જીતી ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં કેપ્ટન વિલિયમસને ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બાકીના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે સાત વાગ્યાથી કરાશે

Related posts

केंद्र सरकार को सिर्फ कश्मीरियों की जमीन से प्यार है, उनसे नहीं : औवेसी

aapnugujarat

BJP सरकार ने अर्थव्यवस्था की हालत पंचर कर दी : प्रियंका गांधी

aapnugujarat

२१ सरकारी बैंकों को लगा २५,७७५ करोड़ का चूना : RTI

aapnugujarat

Leave a Comment

UA-96247877-1