Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિમાચલમાં બરફવર્ષા, કાશ્મીરમાં ૨૦૦૦ વાહનો ફસાયા

શિયાળાની કડકડતી ઠંડીથી ફરી ઉત્તર ભારત ઠુંઠવાઇ ગયું છે.ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો ખાસ કરીને મનાલી અને શિમલામાં જોરદાર બરફવર્ષા થઇ છે. અનેક જગ્યાએ સફેદ બરફના થરો જામી ગયા છે. બીજી તરફ કાશ્મીર ખીણના વિસ્તારમાં પણ સમયાંતરે હિમપ્રપાત થઇ રહ્યો છે. જમ્મૂ-શ્રીનગરનો નેશનલ હાઇવે બંધ થવાને લીધે ઉધમપુર પાસે ૨૦૦૦ જેટલા વાહનો ફસાઇ ગયા છે. તાજેતરની બરફવર્ષા અને વરસાદને લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં શીત લહેરથી જનજીવન ઠુંઠવાઇ ગયું છે. શ્રીનગરમાં ભારે ઠંડી જોવા મળી રહી છે. અહીંયા પારો ગગડીને -૧.૭ ડિગ્રી પહોંચ્યો છે જમ્મૂ કાશ્મીરના વાહનવ્યવહાર વિભાગના વરિષ્ઠ એસપી મિઝફ્ફર અહમદ શાહે જણાવ્યુ કે જવાહર સુરંગ પાસે બરફના હિમસ્ખલનથી સર્જાયેલો કાટમાળ હટાવી લેવાયો છે પણ લપસણા વિસ્તારોને લીધે રાજમાર્ગ બંધ રાખવામાં આવ્યો છે. કાશ્મીરને લદ્દાખથી જોડવા વાળો મુઘલ રોડ પણ હાલ પુરતો બંધ કરાયો છે.
હિમાચલ પ્રદેશના લાહૌલ ઘાટી, શિમલા, ચંબા, ડૈલહાઉસી. મંડી અને કુલ્લુ વિસ્તારોમાં ભારે બરફવર્ષા ફરીથી શરૂ થઇ છે.અહીંયા પારો ગુરૂવારે -૧.૧ ડિગ્રીએ પહોંચ્યો હતો. ખાસ કરીને ડેલહાઉસીમાં ૧૦ સેમી અને કલ્પામાં ૧૪.૧ સેમી સુધી હિમપ્રપાત થયો છે. ભારે બરફવર્ષાને લીધે રાજ્યની ૫૧૮ સડકો બંધ રખાઇ છે. ૧૦થી વધુ ગામડાઓમાં વિજળી તેમજ ઇન્ટરનેટની સુવિધા પણ બંધ પડી છે. દિલ્હીમાં તો તાપમાન ઠંડીમાં નીચુ હતુ પરંતુ ભારે વરસાદને લીધે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં છવાયેલા ધુમસ્સને લીધે ૧૧ જેટલી ટ્રેન મોડી ચાલી રહી છે. આશરે ચાર દિવસ સુધી વધારે તીવ્ર ધુમસ્સ છવાયેલું રહેશે તેવુ અનુમાન છે. ઉત્તર ભારતના મેદાની રાજ્યો ખાસ કરીને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ બરફના કરાની વર્ષા તેમજ વરસાદ પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલુ રહ્યું છે. બિહારના અનેક જિલ્લાઓમાં પણ ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જમુઇ-લખીસરાય રોડ પર પોલીસની વાન ઉલટી પડતા પાંચ પોલીસ ઘવાયા હતા.

Related posts

पांच हजार अरब डॉलर की अर्थव्यवस्था का सवाल ही नहीं : रंगराजन

aapnugujarat

ઓગસ્ટા કેસ : મિશેલની ડાયરીમાં ‘હાડકા વાળા કૂતરા’નો ઉલ્લેખ, સીબીઆઈ માટે કોયડો

aapnugujarat

પાંચ રાજ્યોના માથાનો દુખાવો બનેલા કુખ્યાત ગેંગસ્ટાર આનંદપાલનું એન્કાઉન્ટરમાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1