Aapnu Gujarat
રમતગમત

જોહાન બોથાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર રહેલી ચૂકેલા જોહાન બોથાએ બુધવારે તાત્કાલિક પ્રભાવથી તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.૩૬ વર્ષીય બોથા ઓસ્ટ્રેલિયન ટી-૨૦ લીગ બિગ બૈશમાં હોબર્ટ હરીકેન તરફથી રમી રહ્યો હતો પરંતુ તેણે ઈજાઓથી પરેશાન થઇને પોતાના ૧૯ વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.
બોથાએ એક મધ્યમ ઝડપી બોલર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે તેના બોલિંગ એક્શન પર પ્રશ્નો ઉભા થયા તો તેણે ઓફ સ્પિન બોલિંગ શરૂ કરી હતી. તેણે દક્ષિણ આફ્રિકાના ત્રણ ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કર્યું અને ૨૧ મેચોમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું.
વર્ષ ૨૦૧૧માં ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલ વર્લ્ડકપ દરમિયાન તેણે શાનદાર બોલિંગ કરી અને ૪.૦૭ની ઇકોનોમી સાથે બોલિંગ કરી હતી. વર્ષ ૨૦૧૨માં રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ગ્રુપ રાઉન્ડમાં જ આઉટ થઈ ગઇ હતી. તેના પછી ઓફ સ્પિનરે દક્ષિણ એસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળવાનું નક્કી કર્યું અને તેની સાથે જ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો હતો.બોથાએ દક્ષિણ આફ્રિકા માટે ૭૮ વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે ૧૯.૦૩ની સરેરાશથી ૬૦૯ રન બનાવ્યા અને ૪.૫૭ની ઇકોનોમી સાથે ૭૨ વિકેટ લીધી હતી. આ સાથે પ્રોટિયાજ માટે પાંચ ટેસ્ટ મેચ રમી અને આ દરમિયાન ૮૩ રન બનાવ્યાં અને ૧૭ વિકેટ લીધી હતી. તો ફટાફટ ફોર્મેટમાં તેણે ૪૦ મેચ રમી, ૨૦૧ રન બનાવ્યા અને ૩૭ વિકેટ ઝડપી હતી. બોથાએ પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાન વિરુદ્ધ અબુધાબીમાં, વનડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૨૦૧૨માં ઓકલેન્ડમાં અને ટી-૨૦ મેચ ભારત વિરુદ્ધ ૨૦૧૨ વિશ્વકપ દરમિયાન કોલંબોમાં રમી હતી.

Related posts

इंग्लैंड ने हमें तीनों विभागों में हराया : कप्तान डु प्लेसिस

aapnugujarat

કોહલીને RCB સાથે છે ગાઢ પ્રેમ, ઓક્શનમાં તૂટી શકતા હતા તમામ રેકોર્ડ પણ ઠુકરાવી દીધી ઓફર

aapnugujarat

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ચોથી વન-ડે મેચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1