Aapnu Gujarat
રમતગમત

સૌથી ઝડપી ૫૦૦૦ રન ફટકારનાર ધવન બીજો ભારતીય ખેલાડી

બુધવારે ટીમ ઇન્ડિયાએ, ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને સિરીઝની પ્રથમ મેચમાં જ ધમારેદાર જીત હાસલ કરી છે. આ મેચમે અંજામ સુધી પહોંચાડવાનો શ્રેય ભારતીય ટીમના વન-ડે મેચના ઓપનર શિખર ધવનને જાય છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ પ્રદર્શનને કારણે ધવનને ખૂબજ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
શિખરે મેચમાં અંત સુધી ટકી રહીંને ૧૦૩ બોલમાં ૭૫ રન બનાવી ટીમ ઇન્ડિયાને પાંચ મેચની આ સિરીઝમાં ૧-૦થી ભારતને જીત અપાવી છે. આ સિરીઝની બીજી મેચ ૨૬ જાન્યુઆરીએ માઉંટ માઉંગાનુઇમાં રમાવા જઇ રહીં છે. જોકે સિરીઝની શરૂઆત જ ધમાકેદાર કરતા ન્યૂઝીલેન્ડની ટીમને આકરા પાણી આવી શકે તેવું લાગી રહ્યું છે.
આ મેચમાં ૧૦૩ બોલમાં ૭૫ રન બનાવીને પોતાના કરિયરની ૨૬મી વન-ડે અર્ધ સદી ફટકારી છે. આ સીવાય નેપિયરમાં આવેલા મૈક્લીન પાર્ક મેદાનથી એક નવો જ રેકાર્ડ પોતાના નામે કરી લીધો છે.
૩૩ વર્ષીય ભારતીય ખેલાડી વન-ડે ઇન્ટરનેશનલ કરિયરમાં સૌથી ઝડપી ૫૦૦૦ રન ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. જ્યારે સૌથી ઝડપી ૫૦૦૦ રન ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી વિરાટ કોહલી છે. આ બન્ને ખેલાડીઓ ટોપ-૫ ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે.
વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ૫૦૦૦ રન બનાવનાર ખેલાડી
૧. હાશિમ અમલા ૧૦૧ મેચ
૨. વિવિ રિચડ્‌ર્સ ૧૧૪ મેચ
૩. વિરાટ કોહલી ૧૧૪ મેચ
૪. બ્રાયન લારા ૧૧૮ મેચ
૫. શિખર ધવન ૧૧૮ મેચ

Related posts

જસપ્રીત બુમરાહે મને ખોટો સાબિત કર્યો : કપિલ દેવ

aapnugujarat

मैं बेहतर कप्तान इसलिए लगा क्योंकि हर किसी ने योगदान दिया : रहाणे

editor

વિલિયમસન ટેસ્ટ રેન્કિંગમાં ટોચ ઉપર

editor

Leave a Comment

UA-96247877-1