Aapnu Gujarat
રમતગમત

વિલિયમસન ટેસ્ટ રેન્કિંગમાં ટોચ ઉપર

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટને મોટો ફાયદો થયો છે. રૂટ બેટ્‌સમેનોના નવા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ગુરૂવારે જારી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જાે રૂટના ૮૯૩ પોઈન્ટ છે. જાે રૂટ ભારત વિરુદ્ધ સિરીઝ પહેલા પાંચમાં સ્થાને હતો. પ્રથમ ટેસ્ટ બાદ તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો હતો. લોર્ડ્‌સ ટેસ્ટ બાદ તે બીજા સ્થાને પહોંચી ગયો છે તો વિરાટ કોહલીની વાત કરીએ તો ભારતીય કેપ્ટન ૫માં સ્થાને છે. વિરાટ કોહલીના ૭૭૬ પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. તેના ૯૦૧ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાનો બેટ્‌સમેન સ્ટીવ સ્મિથ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ખસી ગયો છે. પાકિસ્તાનનો બાબર આઝમ બે સ્થાનની છલાંગ સાથે ૮માં સ્થાને પહોંચી ગયો છે. જાે રૂટ આ પહેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને હતો. જાે રૂટે ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૬૪ અને બીજી ઈનિંગમાં ૧૦૯ રન બનાવ્યા હતા. તો લોર્ડ્‌સ ટેસ્ટમાં રૂટે પ્રથમ ઈનિંગમાં અણનમ ૧૮૦ રન બનાવ્યા હતા. ભારતનો કેએલ રાહુલ ૩૭માં સ્થાને પહોંચી ગયો છે. બોલરોની વાત કરીએ તો જેમ્સ એન્ડરસન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ૬ઠ્ઠા સ્થાને પહોંચીગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ૧૮ સ્થાનનો ફાયદો થયો છે અને તે ૩૮માં સ્થાને પહોંચી ગયો છે. આઈસીસી બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ છે. તેના ૯૦૮ પોઈન્ટ છે.

Related posts

महेंद्र सिंह धोनी एक स्ट्रीट स्मार्ट क्रिकेटर हैं : हरभजन

aapnugujarat

નિવૃત થતાં પહેલાં આગામી જનરેશનને તૈયાર કરવા માંગુ છું : શમી

editor

बारिश के कारण रद्द हुआ भारत और विंडीज के बीच पहला वनडे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1