Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૮૭ અને નિફ્ટીમાં ૧૮ પોઈન્ટની રિકવરી

શેરબજારમાં આજે તેજીનું મોજુ રહ્યું હતું. કારોબારના અંતે ફરી એકવાર શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૮૭ પોઇન્ટ રિકવર થઇને ૩૬૧૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૦ની ઉંચી સપાટી ઉપર રહ્યો હતો. તેના શેરમાં ઉલ્લેખનીય સુધારા જોવા મળ્યા હતા. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૮૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં સૌથી વધુ સુધારો રહ્યો હતો. તેના શેરમાં ૨.૧૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓબેરોય રિયાલીટીના શેરમાં ૨.૭૦ ટકાનો સુધારો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૬૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૮૪ પોઇન્ટ ઘટીને ૧૪૨૨૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં યશ બેંકના શેરમાં ૧૪.૩૨ ટકાનો ઉછાળો આવ્યો હતો. તેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રવનિત ગિલની નિમણૂંક કરવામાં આવ્યા બાદ જોરદાર ઉછાળો આવ્યો હતો. એશિયન શેરબજારમાં પણ તેજી રહી હતી. જાપાનના નિક્કીમાં ૦.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ચીનના બેંચમાર્ક શાંઘાઈ કમ્પોઝિટમાં પણ સુધારો રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બજેટ આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે મૂડીરોકાણકારો-કારોબારીઓએ ભારે સાવધાની રાખવાની શરૂઆત કરી દીધી છે. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સમાં ઉલ્લેખનીય સ્થિતિ જોવા મળી શકે છે. ગ્રોથના મોરચા ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. એશિયન શેર બજારમાં વૈશ્વિક આર્થિક ગ્રોથને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા કારોબારના લીધે મૂડીરોકાણકારો જોખમી સંપત્તિની ખરીદી કરી રહ્યા નથી. શેરબજારમાં ગઇકાલે જોરદાર કડાકો બોલી ગયો હતો. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને ૩૬૧૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૯૧ પોઇન્ટ ઘટીને ૧૦૮૩૨ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરોમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. આઈટીસી અને યુનાઇટેડ સ્પીરીટના શેરમાં ૧.૫૯ ટકાનો ઘટાડો રહ્યો હતો.વિદેશી મુડીરોકાણકારો હાલમાં જંગી રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે દેશમાં લોકસભાની ચૂંટણી આઈડે વધારે સમય રહ્યો નથી. આવી સ્થિતીમાં થોડાક મહિના સુધી રાહ જોવાની ઇચ્છા રાખી રહ્યા છે.

Related posts

12 साल से कम उम्र की बच्चियों के साथ दुष्कर्म केस में 2 महीने में शुरू हो ट्रायल : गृहमंत्री

aapnugujarat

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

૩૦ ટકા વોટરો સોશિયલ મિડિયાથી પ્રભાવિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1