Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને દેશ-વિદેશમાંથી મળેલી ભેટ ખરીદવાની તક, કામમાં લેવાશે ધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાં પ્રવાસ દરમિયાન ઘણા પ્રકારના સ્મૃતિ ચિહ્ન મળે છે. આ સ્મૃતિ ચિહ્નોને વિદેશ મંત્રાલયના તોષખાનામાં જમા કરી દેવામાં આવે છે. પરંતુ હવે તમે આ સ્મૃતિ ચિહ્નોને ખરીદી શકો છે. હકીકતમાં એક ખાસ ઉદ્દેશ્યથી સરકારે આ સ્મૃતિ ચિહ્નોને વેચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આવો આપને જણાવીએ કે આપ આ સ્મૃતિ ચિહ્વોને કેવી રીતે ખરીદી શકો છો.
સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વડાપ્રધાનને મળેલા સ્મૃતિ ચિહ્નોના વેચાણ માટે એક નિલામીનું આયોજન કરવામાં આવશે.
આ નીલામી ૨૭ અને ૨૮ જાન્યુઆરીના રોજ થશે. નીલામીમાં ભાગ લેવા માટે આપને રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય જવાનું રહેશે. નીલામી બપોરે ૧૨ વાગ્યાથી શરુ થશે. આ સીવાય આપ ૨૯ થી ૩૧ જાન્યુઆરી સુધી ઈ-નીલામી દ્વારા પણ વડાપ્રધાનને મળેલા સ્મૃતિ ચિહ્ન માટે બોલી લગાવી શકે છો.આ નીલામીથી એકત્ર થનારા પૈસાનો ઉપયોગ દેશહિતમાં કરવામાં આવશે. જાણકારી અનુસાર, આ પૈસાનો ઉપયોગ ગંગાની સફાઈ કરવા માટે નમામિ ગંગે પરિયોજનામાં કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના તોષખાના વિભાગ અનુસાર જુલાઈ ૨૦૧૭ થી જૂન ૨૦૧૮ના સમયગાળામાં વિભિન્ન વિદેશ યાત્રાઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશરે ૧૨ લાખ ૫૭ હજાર રુપિયાની કીંમતના ૧૬૮ ઉપહાર મળ્યા છે. આ વિદેશ યાત્રાઓમાં વડાપ્રધાન મોદીને ઉપહારો સાથે ઘણા સ્મૃતિ ચિહ્ન પણ મળ્યા છે. હવે સરકારે આ સમૃતિ ચિહ્નોને નીલામી દ્વારા વેચીને નમામિ ગંગે પરિયોજના માટે રકમ એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી છે.

Related posts

मेक इन इंडिया: 170 एयरक्राफ्ट्स के लिए 1.5 लाख करोड़ की डील करेगी वायुसेना

aapnugujarat

गिरफ्तारी के डर से फरार अनंत सिंह ने कहा, 3-4 दिन में करूंगा आत्मसमर्पण

aapnugujarat

विराट-अनुष्का की शादी के चक्कर में रिपोर्टर का रिश्ता टूंटा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1